*કેવા દિવસો આવ્યા છે! દિલ્હીમાં હવે શુધ્ધ શ્વાસ 299 થી 499 વેચાય છે 15 મીનિટના ઓક્સજનના છે રેટ *

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

*કેવા દિવસો આવ્યા છે! દિલ્હીમાં હવે શુધ્ધ શ્વાસ 299 થી 499 વેચાય છે 15 મીનિટના ઓક્સજનના રેટ છે*
નવી દિલ્હીઃ દિલ્હીમાં સતત ઝહેરીલી હવાથી બચવા માટે દિલ્હીના લોકોએ માસ્ક ખરિદ્યા. ઘરોમાં હવા ચોખ્ખી કરનારા છોડ લગાવ્યા, મોંઘા એર પ્યૂરિફાયર ખરિદ્યા પરંતુ તકલીફમાં લગભગ કોઈ ઘટાડો ન થયો. ત્યારે હવે બજારમાં શ્વાસ પણ વેચાવા લાગ્યો છે. સાકેતના એક મોલમાં ઓક્સી પ્યોર નામથી એક ઓક્સિજન કેફે ખુલ્યું છે, આમાં આવનારા લોકોને અલગ અલગ સુગંધ વાળા ઓક્સિજનનો ડોઝ આપવામાં આવે છે. પ્રદૂષણથી રાહત મેળવવા માટે લોકો ત્યાં જઈ રહ્યા છે, પરંતુ ખૂબ ઓછા પ્રમાણમાં લોકો ત્યાં પહોંચે છે ઈન્ચાર્જ બોની ઈવાંગ્બમે જણાવ્યું કે ચેસ્ટમાં બ્લોકેજ, અસ્થમાં સહિતના દર્દીઓ માટે સેન્ટર ખૂબ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. 15 મીનિટના ઓક્સજનના રેટ તેની સુગંધના કારણે છે. સુગંધ ઓરેન્જ, લેમનગ્રાસ, લવન્ડર, પેપરમિન્ટ અને યૂકેલિપ્ટસના અલગ-અલગ ફ્લેવરમાં આવે છે. સૌથી વધારે માંગ પેપરમિન્ટની છે અને તેના માટે 499 રુપિયા ચૂકવવા પડે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply