બદલાયાં છે હવે અમીરીનાં માપદંડ નાદારીથી સ્ટેટસ મેળવી શકાય છે ચકડોળ સમ છે ચલતાં પુર્જા સબંધો ધારો ત્યારે હોસ્ટાઈલ થઈ શકાય છે -મિત્તલ ખેતાણી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

મૈત્રીકરારથી પણ રોળવી શકાય છે

આત્માને પણ છળી શકાય છે
મર્યા વગર પણ મરી શકાય છે

શુપર્ણખા સ્વેચ્છાએ નાક ધરે છે
ઈજ્જત રમતમાં લઇ શકાય છે

હાથવગો એક ખભ્ભો ન હોય તોય
FBમાં હઝારો ફ્રેન્ડ કરી શકાય છે

જેનાં માબાપ વૃદ્ધાશ્રમે રડતાં હોય
તેનાં DPમાં પ્રભુને મળી શકાય છે

તનનો સબંધ આત્માએ ના પહોંચે તો
મૈત્રીકરારથી પણ રોળવી શકાય છે

બદલાયાં છે હવે અમીરીનાં માપદંડ
નાદારીથી સ્ટેટસ મેળવી શકાય છે

ચકડોળ સમ છે ચલતાં પુર્જા સબંધો
ધારો ત્યારે હોસ્ટાઈલ થઈ શકાય છે

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’માં થી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •