એ.એમ.ટી.એસ.નાં અણઘડ વહીવટથી આ સંસ્થાને દરરોજ રૂપિયા એક કરોડની ખોટ થાય છે.- સૌરાંગ ઠકકર.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)નાં અણઘડ વહીવટથી આ સંસ્થાને દરરોજ રૂપિયા એક કરોડની ખોટ થાય છે. ખાનગીકરણનાં રવાડે ચઢેલા તંત્રનાં કારણે ખાનગી ઓપરેટરોને દર વર્ષે કરોડો રૂપિયા ભાડા પેટે ચૂકવાતાં હોવાં છતાં એએમટીએસ સંસ્થાને વકરો થતો નથી. બીજી તરફ સંસ્થાની માલિકીની બસની મુસાફરી પણ પેસેન્જર્સ તેમજ વાહનચાલકો માટે જોખમી બની છે, કેમ કે આ તમામ બસનો ‘ટાઇમ’ પૂરો થઈ ગયો છે એટલે કે આરટીઓની દૃષ્ટિએ ‘ખખડધજ’ થઇ ગઈ છે.
RTOની દ્રષ્ટિએ AMCની બસો અનફિટ છતાં 5 મંહિના દોડશે

પેપર પર બતાવેલી બસોની સંખ્યા કરતા રસ્તા પર દોડતી બસનો આંક ઓછો
સ્ક્રેપ કૌભાંડ છતાં તંત્રનાં પેટનું પાણી નથી હલ્યું

સ્ક્રેપ કૌભાંડ છતાં તંત્રનાં પેટનું પાણી નથી હલ્યું
એએમટીએસને છેક વર્ષ ૨૦૧૦-૧૧થી JNURM પ્રોજેક્ટ હેઠળ ફીડર બસ ફાળવાઈ રહી છે. સંસ્થાની માલિકીની કુલ ૬૨૧ બસ હોવી જોઈએ. આના બદલે હાલની સ્થિતિએ માત્ર ૧૩૧ બસ શહેરના રસ્તા પર દોડી રહી છે. દરિયાપુરનાં કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીએ એએમટીએસનાં ‘સ્ક્રેપ’ કૌભાંડનો મામલો મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં પણ ઉઠાવ્યો હતો તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.

જાણો કેટલું મોટું કૌભાંડ છે
અત્યારે ખાનગી ઓપરેટરોની ૬૦૦થી વધુ બસ રસ્તા પર દોડી રહી હોઈ એક પ્રકારે સંસ્થાનો વહીવટ ખાનગી ઓપરેટરોના હવાલે ચાલી રહ્યો છે. બીજી તરફ સંસ્થાની માલિકીની કુલ ૧૩૧ બસ પૈકી જેએનયુઆરએમ અમૃત હેઠળ કુલ ૭૫ બસ અને JNURM માર્કોપોલો હેઠળ કુલ ૫૬૦ બસ ‘ઓનપેપર’ રસ્તા પર દોડી રહી છે, જોકે ખરેખર તો દરરોજની માંડ ૯૦ બસ દોડે છે. ૩૫ બસ તો હંમેશાં બંધ હોય છે.

RTOની દ્રષ્ટિએ AMCની બસો અનફિટ છતાં 5 મંહિના દોડશે
જોકે આ તમામ બસની આયુષ્ય મર્યાદા પૂરી થઇ ગઇ છે. આ બસ છ વર્ષ જૂની તો છે, પરંતુ છ લાખ કિમીથી વધુ રોડ પર દોડી ચૂકી હોઇ તેના કિલોમીટર પતી ગયા છે એટલે કે RTOની દૃષ્ટિએ પણ તમામ બસ ‘અયોગ્ય’ પુરવાર થઈ છે. તેમ છતાં હજુ ચાર-પાંચ મહિના રસ્તા પર દોડતી રહેશે.
TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •