કડી તાલુકામાં બે ગેંગરેપની ઘટનામાં ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી છે કે,તેની ગેંગના સભ્યો લૂંટના ઈરાદે યુગલોને ટાર્ગેટ કરતા હતા. જો તેમની પાસેથી કશું ન મળે તો મહિલાઓને હવસનો શિકાર બનાવી ગેંગરેપ કરતા હતા.- સૌરાંગ ઠક્કર

ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદ: કડી તાલુકામાં બે ગેંગરેપની ઘટનામાં ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી છે કે, તેની ગેંગના સભ્યો લૂંટના ઈરાદે યુગલોને ટાર્ગેટ કરતા હતા. જો તેમની પાસેથી કશું ન મળે તો મહિલાઓને હવસનો શિકાર બનાવી ગેંગરેપ કરતા હતા.

ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે, કડી તાલુકાના રંગપૂરડા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસેથી 28 ઓક્ટોબરે એક યુગલને ત્રણ લોકોએ લૂંટના ઈરાદે રોકી હતી. તેમની પાસેથી કશું ન મળતા આ ત્રણેયે યુવતી પર ગેંગરેપ કર્યો હતો. આ ઘટનાના બે દિવસ પછી અચરાસણ ગામમાં ખેતરમાં એક યુવતી અને તેનો પતિ સૂઈ રહ્યા હતા ત્યારે પણ આ ગેંગે પતિના હાથપગ ટુવાલથી બાંધી તેની પત્ની પર ગેંગરેપ કર્યો હતો.આ ઘટનામાં કલોલ તાલુકા પોલીસ સાથેસાથે ક્રાઇમબ્રાંચ પણ જોડાઈ હતી. દરમિયાન આરોપી અકબર શાહમામદ સંધી(ડફેર) (વિરંમગામ)ની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે બે સાગરિત સાથે મળી દુષ્કર્મ આચર્યું હોવાનું કબૂલ્યું હતું.

આરોપી અકબર ડફેર એક ટ્રક ડ્રાઈવરની હત્યાના ગુનામાં વર્ષ 2013માં પકડાયો હતો. ઉપરાંત તે ટ્રકના ડ્રાઈવરને લૂંટી લેવાના 10 ગુનામાં, લૂંટના એક ગુનામાં હથિયાર સાથે રાખવાના 7 અને ખિસ્સા કાતરવાના 1 ગુનામાં મળી કુલ 18 ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

SAURANG THAKKAR 9586241119

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •