મારી દ્રષ્ટિએ તહેવારો લોલીપોપ જેવા હોય છે…જનતા રોજગાર શિક્ષણ હિસાબ ન્યાય વ્યવસ્થા અંગે સવાલ કરે તો એમને તહેવાર આપી શાંત કરાય છે. – હિતેશ રાઈચુરા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

હમણાં એક જગ્યાએ એક ભાઈ 8-10 અંધભકતો વચ્ચે શેખી હાકતા હતા કે મારા માં સાક્ષાત ચામુંડા માં છે…
હું તેમની પાસે ગયો અને કહ્યું કે મહારાજ પ્રણામ !!!
તો મને કહે કે બેસો ભગત અને કહો શું તકલીફ ???
મે કીધું કે મહારાજ તમારા માં સાક્ષાત માં ચામુંડા છે તો જેમ આપણુ પાળેલ પ્રાણી કૂતરું કે બિલાડી ગમે તે સમયે અંધકાર માં પણ તમે આવો તો ય તમારા અવાજ થી જ તમને ઓળખી જાય અને તમને કાંઈજ કરતું નથી… સાચું ને ???
તો એ ભાઈ કહે કે હા સાચું પણ તમે આ મને કેમ કહો છો ?
તો મે કીધું કે માં ચામુંડા નું વાહન સિંહ છે તો એ તો તમને તો ઓળખે જ ને ???
તો ચાલો ને મારી વાડીએ રોજ એક સિંહ આવી ચડે છે અને મારણ કરી જાય છે તો તમે એને સમજાવો અને હવે ના આવે એવું કહી દયો ને !!!
એ ભાઈ ઊભા થઈ ને મારી સામે ડોળા કાઢતા કાઢતા ભાગ્યા !!!
મિત્રો લગભગ દરેક જગ્યાએ આવું જ છે…
જો તમે એમને તર્ક થી સવાલ પૂછશો તો ભગશે જ…
ધાર્મિક સ્થળે મફત ભોજનાલયો ધાર્મિક સ્થળોના પ્રચાર – મુલાકાતીઓ ની સંખ્યા વધારવા માટે હોય છે, એમાં સામાજિક નિસ્બત – ઉપકારકતા કેટલી ???
થોડો સમય રોકાણ કરવું પડે પછી “ચમત્કારિક રીતે” ક્યાંક ને ક્યાંકથી ચોખા, તેલ, ઘી, લોટ આવતા જ રહેશે…પાકું
મને તો આવા મફત ભોજનાલય કરતાં મફત શિક્ષણ અને મફત સારવાર જોવામાં ટાઢક મળે છે…
મારો એક સવાલ છે કે એવું કોઈ અન્નક્ષેત્ર ખરું કે જેની સાથે કોઈ મંદિર કે દરગાહ ન હોય ??? જ્યાં ફક્ત ભુખ્યાને જમાડતા હોય !!!
જો આવું કોઈ હોય તો એ સાચા ઈશ્વરના બંદાઓ ને મારા સલામ છે…
લગભગ દરેક મંદિરો માં ઈશ્વર પોઢી જાતા હોય છે એવું કહેવાય કે દેખાડાય છે પણ આ ક્રિયા માત્ર પૂજારી કે એ ધર્મસ્થલ ના કર્તાહર્તા ના આરામ માટે જ છે બાકી કલ્પના કરો કે જો દેવ પોઢી જતા હોય તો દુનિયાનું શું થાય ???
એક મંદિર મા તો ભગવાન ને માસ્ક પહેરાવ્યું હતું, કારણ કે તેમને ડેન્ગ્યુ નો વાયરસ ના લાગી જાય.
ઠંડી માં ગરમ ધાબળા ઓઢાડતાં જોયા છે.
વિચારો ભગવાન બીમાર થાય ???
પહેલા ના સમય માં સાચા અને સારા એવા ગણ્યા ગાઠ્યા મખ્ય 5-7 તહેવારો હતા અને એ ઉજવવાની મજા કાયિક અલગ જ હતી પણ હવે તો આ લેભાગુ નેતાઓ એ અને પાખંડી ધર્મગુરુઓ એ એવું સેટીંગ કરી નાખ્યું છે કે 4-6 દિવસ ના જાય ત્યાં કોઈ ને કોઈ તહેવાર આવી જાય છે..
આ બધુ અંધભકતો ને ધાર્મિક સ્થળે બોલાવવા અને ખિસ્સા ખાલી કરાવવા થી વિશેષ કશું જ નથી…
મારી દ્રષ્ટિએ તહેવારો લોલીપોપ જેવા હોય છે…
જેમ બાળક સવાલ પુછે તો એને લોલીપોપ આપી શાંત કરાય છે એમ જનતા રોજગાર શિક્ષણ હિસાબ ન્યાય વ્યવસ્થા અંગે સવાલ કરે તો એમને તહેવાર આપી શાંત કરાય છે… – હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •