અહી કચરો નાખવાની મનાઇ છે. પણ કચરા ટોપલી નથી. આવા તો અનેક કાયદા કે નિયમ છે.એને તમે શું કહેશો ??? – હિતેશ રાઈચુરા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આજે ચારે તરફ હેલ્મેટ હેલ્મેટ થાય છે અને જો અત્યારે રસ્તા પર જાતા માણસો નું બ્લડ પ્રેસર ચેક કરવામાં આવે તો 90% નું હાઇ જ આવે…
હેલ્મેટ પહેર્યું છે એનું પણ અને નથી પહેર્યું એનું પણ…
કેમ કે પહેર્યું છે એને મુંજવણ થાય છે એટ્લે અને નથી પહેર્યું એને મેમાં નો ડર છે એટ્લે…
100 માણસ ને રોકી ને પુછવામાં આવે તો 99 એમ કહેશે કે આ કાયદો અન્યાયી, અમાનવીય છે અને ગુજરાત સરકારની અને પોલીસની નીતિ મહદઅંશે લોકો ની સુરક્ષાની નહીં પણ લોકોના ખિસ્સા ખાલી કરવાની છે એ સ્પષ્ટ જણાઈ આવે છે…
પણ અચરજ એ થાય છે કે રોજના હજારો લોકો દંડાય છે તો પણ એક સમૂહ થઈ ને વિરોધ વંટોળ કેમ નથી થાતો ???
એકલ દોકલ સંગઠન કે વ્યક્તિ વિરોધ કરે છે પણ એનું બિચારા નું શું આવે ? બાકી ના બધા નમાલા થઈ ગયા છે કે પછી ડરી ગયા છે કે પછી પોતાના બાળકો ના પેટે પાટા બાંધી ને આ ખાઉધરા શાશકો ના ઘર ભરવામાં પુણ્ય સમજે છે ???
એક સિમ્પલ વાત છે કે મ્યુનિસિપલ એરીયા માં દરેક જગ્યાએ 100 મીટરના અંતરે બંપ મુકેલા છે જે બધા જ ટૂ વિલર ની સ્પીડ ને કંટ્રોલમાં રાખે છે તો સરકારી કે RTO એજન્સી કે કાયદાનું પાલન કરાવનાર દરેકે એટલું તો મગજ દોડાવી ને શહેરમાં હેલ્મેટ ની જીદ ના રખાય.
રહી વાત હેલ્મેટ ને માથા ઉપર થી ઉતારીને તોડી નાખતા ટ્રાફિક પોલીસ વાળા ની તો શું તે હેલ્મેટ બનાવતી કંપનીઓ ના દલાલ છે ?
જે આવું ગુંડાઓ, લુખ્ખા ઓ જેવું વતૅન કરે છે..
આની ઉપર સીધો કોટૅમા કેસ ઠોકી દેવાય અને સસ્પેન્ડ કરાવી દેવામાં આવે એ જરૂરી છે નહીં તો જ્યારે પબ્લિક જાગશે તો ભલભલા ભૂપ પણ ભાગશે…
પ્રજા ને પરેશાન કરવા માટે જ આ નીયમ લાગુ થયા હોય એવુ લાગે છે. સરકાર ના ધારા ધોરણ મુજબ ની હેલમેટ ન હોય તો આમ લોકોને પરેસાન કરવા ને બદલે કંપની મા જ તેનુ ઉત્પાદન બંધ કેમ નથી કરાવતા ???
અને ઉપર થી પોલીસ તો એવુ બીહેવીયર કરે છે કે જાણે પોતાની અંગત દુશ્મની ન હોય…!!
પ્રજા ઉપર આવા નીયમ થોપવાને બદલે…RTO ના નીયમ સરળ કરો ને તેમના ચાર્જ મા રાહત આપો..
વીમો સસ્તો કરો…
લાઇસંન્સ સરળતાથી અને ત્વરીત મલી જાઇ એની વ્યવસ્થા કરો..
ફોરેન ની અન્ય કંટ્રી મા જેવી રીતે કાયદા કડક હોય છે એવી રીતે ત્યા ની વ્યવસ્થા અને સગવડ સવલતો પણ સારી હોય છે અને સરળ હોય છે..
મારા ઘણા મીત્રો ફોરેન છે..ત્યાની ઓફીસો મા પ્રજાના કામ કેટલા જડપ થી અને આસાની થી થાય છે..
ત્યાના રોડ રસ્તા ટ્રાફીક નીયમન ની વ્યવસ્થા અને પાર્કીગ જેવી સગવડો નુ પુરતુ આયોજન હોય છે….
આવી સગવડો અહી નથી અને ઉપર થી દંડ ના ડામ દેવાના..
અહી સારી હેલમેટ કેટલી મોંધી છે અને એ હેલમેટ ઉપર સરકાર નો ટેક્ષ પણ વધુ હસે…
આપણા જીવન ની એટલી જ ચીંતા હોય તો પછી સરકારે હેલમેટ ને ટેક્ષ મુકતિ આપવી જોયે..
ને હેલમેટ સસ્તી કરવી જોયે….
અહી વીમો આસરે 1000 નો થાય છે.
એ પણ દર વરસે ..અને એ પણ નો રીફંડ..
વીમો વરસનો હોય અને સીંગલ પ્રીમયમ હોય એ પણ નોન રીફંડ હોય તો 200 કે 300 હોવો જોયે…
લાઇસંન્સ ની પ્રોસીજર સાવ સરળ સસ્તી અને જડપી હોવી જોયે…
આવી અનેક સસ્તી અને જડપી અને ભ્રષ્ટાચાર મુક્ત સવલતો આપે પછી કોઇ વ્યકતિ પાસે લાઇસંન્સ કે વીમો ન હોય તો આકરા દંડ વસુલે તો એ ન્યાયીક હોઇ સકે..
હુ કડક કાયદા નો વીરોધી નથી…દંડ નો વીરોધી નથી…પણ આ તો પ્રજા ને પરેસાન કરી ને લુંટવા નીકળ્યા હોય એવુ લાગે છે…
આવા સમજ્યા વગરના તઘલઘી કાયદા ની ટીકા થવી જોયે..
અહી પેશાબ કરવાની મનાઇ છે…પણ મુતરડી નથી..
અહી થુંકવાની મનાઇ છે..પણ થુકદાની નથી…
અહી કચરો નાખવાની મનાઇ છે…પણ કચરા ટોપલી નથી..
આવા તો અનેક કાયદા કે નીયમ છે…
એને તમે શું કહેસો ??? – હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •