ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના અંદાજે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓને તંત્રએ કેવડીયાના ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલનો વિના મૂલ્યે પ્રવાસ કરાવ્યો .

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના અંદાજે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ને તંત્રએ કેવડીયાના ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલનો વિના મૂલ્યે પ્રવાસ કરાવ્યો .

અન્ય તાલુકાના વિધ્યાર્થીઓ ને પણ વિના મૂલ્યે પ્રવાસ ક્યારે ?
માત્ર પ્રાથમિક શાળાના જ નહી માધ્યમિક અને ઉ.મા.વિભાગના વિધાર્થીઓને પણ વિના મૂલ્યે પ્રવાસ કરાવવાની થઈ માંગ

સ્ટેચ્યુ ઑફ યુનિટીને એક વર્ષ થઈ ગયુ છતા ઘર આંગણાની નર્મદા જિલ્લાની પ્રાથમિક ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક અને ઉ.મા.વિભાગના ઘર આંગણાના વિધાર્થીઓને વિના મૂલ્યે સ્ટેચ્યુ ઑફ યુનિટીઅને નર્મદા ડેમનો પ્રવાસ વિના મૂલ્યે કરાવવાની માંગ ઉઠતી રહી હતી. પણ એ માંગ તો જિલ્લાનું વહીવટી તંત્ર પુરૂ કરી શક્યુ નથી .પણ મોડે મોડે પણ એક વર્ષ પછી ઊંઘમાથી જાગ્યું હોય, તેમ તે પણ માત્ર ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના અંદાજે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓને તંત્રએ કેવડીયાના ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલનો વિના મૂલ્યે પ્રવાસ કરાવ્યાનો સંતોષ માણી રહી છે. તેની સામે નર્મદાની ઘર આંગણાની માધ્યમિક અને ઉ.મા.વિભાગના વિધાર્થીઓને પણ વિના મૂલ્યે સ્ટેચ્યુ ઑફ યુનિટી અને નર્મદાડેમનો પ્રવાસ કરાવવાની માંગ ઉઠી છે.

પ્રાથમિક વિભાગ જિલ્લા પંચાયત ના અંડરમા આવતુ હોઈ માત્ર પ્રાથમિક વિભાગના બાળકોને આ પ્રવાસ આપવાનો લાભ જિલ્લા વિકાસ અધિકારીએ શાળાના અંદાજે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓને તંત્રએ કેવડીયાના ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલનો વિના મૂલ્યે પ્રવાસ કરાવીને અન્ય બાળકોને પ્રવાસથી વંચિત રાખતા જિલ્લા પંચાયતના આ નિર્ણય સામે વાલી અને વિધાર્થીઓમા ર્રોષ ની લાગણી જન્મી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે
જિલ્લા પંચાયત, સરદાર સરોવર નર્મદા નિગમ ના મેનેજીંગ ડિરેક્ટર અને ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાનો સહયોગ લઇ
ગરૂડેશ્વર તાલુકાની ૬ જેટલી પ્રાથમિક શાળાઓના અંદાજે ૬૦૦ જેટલા બાલકોને ચિલ્ડ્રન – ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલનો વિના મૂલ્યે પ્રવાસ કરાવ્યો હતો

તંત્રએ પ્રથમ તબક્કામાં જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની વીર સુખદેવ, વીર ભગતસિંહ, ખડગદા, વવીયાલા, ધમાદરા, આમદલાની પ્રાથમિક શાળાઓને લાભ આપ્યો છે બાકીના ને ક્યારે તેની રાહ જોવાઈ રહી છે .બીજા તબક્કામાં તિલકવાડા તાલુકાના વિદ્યાર્થીઓને પ્રવાસ માટે આવરી લેવાશે પણ માધ્યમિક અને ઉ.મા.વિભાગના ઘર આંગણાના વિધાર્થીઓને વિના મૂલ્યે પ્રવાસ ક્યારે તેની માંગ પણ ઉઠી છે એટલુ જ નહી.આ પ્રવાસ માત્ર ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલ પૂરતો જ છે. જેમા નર્મદાડેમ , સ્ટેચ્યુ ઑફ યુનિટી , સફારી પાર્ક , પતંગિયા પાર્ક જેવા પિકનિક પોઇન્ટ ના પ્રવાસનું કોઇ આયોજન નથી !
જોકે ચિલ્ડ્રન પાર્કમાં બાળકોમાં મનોરંજન અને આનંદ પ્રમોદ માટે ગુજરાત ઇકોલોજી કમિશન સહયોગથી મેરાફોર્મ ઇન્ડીયા કંપની દ્વારા બાળકો માટે ઉભી કરાયેલી જોય ટ્રેનમાં આ બાળકોએ બેસીને ફલ શાકમ ગ્રહમ, પાયોનગરી, અન્નપુર્ણા, પોષણપૂરમ અને સ્વસ્થ ભારતમ જેવા પાંચ જેટલા સ્ટેશનો પણ રોકાણ કરીને જે તે સ્ટેશન ખાતે ન્યુટ્રીશન માટે ડિસ્પ્લે કરાયેલી બાબતોની વિશેષ જાણકારી મેળવી હતી.

ચિલ્ડ્રન – ન્યુટ્રીશીયન પાર્કમાં મેરાફોર્મ ઇન્ડીયા કંપનીના અંકુર ગર્ગે આ જોય ટ્રેનના પ્રવાસમાં જોડાઇને ફળ-શાકભાજી ગૃહ સ્ટેશન ખાતે વ્યક્તિને પોતાના આરોગ્ય-સ્વાસ્થ્ય સુખાકારી માટે ઋતુ પ્રમાણે ફળફળાદિ અને શાકભાજીનો ઉપયોગ, બાસ્કેટ બોલની ગેમ સહિત ખેતીની જાણકારી માટે પણ ઉપયોગી બાબતો અંગેની ગેમ્સ, પાયોનગરી સ્ટેશનમાં દુધ અને દુધની બનાવટ, દુધના ફાયદા, દહીં-પનીર, છાશ, માખણ, યોગર્ટ વગેરેના લાભો, અન્નપુર્ણા સ્ટેશન ખાતે મમ્મીના હાથે બનેલા ભોજનનું મહત્વ ઉપરાંત બાળકોને ખુખ જ મઝા પડે અને બાળકોમાં ગમ્મત સાથે પોષણ અંગેના જ્ઞાનમાં વધારો થાય તેવી પ્લેટ રાઇટ અને સ્પાઇસ રાઇટમાં પોષણ અંગે ક્લીક કરવાની રમતો કે જેમાં કઇ વસ્તુ વધુ પોષણયુક્ત છે તેની જાણકારી, પોષણપૂરમ સ્ટેશનમાં જળ એ જ જીવન છે-જીવનમાં પાણીનું મહત્વ ઉપરાંત સુકા મેવાના ફાયદા – લાભ, સુપરફુડ, ધી જેકફુડ, નાળીયેર, સરગવો, કથહલ ફણસ, હળદર, જવ, આમળા અને દહીં ઉપરાંત બ્રેડ, રોટી, રાઇસ, પ્રોટીન, અનાજ, બદામ, દુધ, બટર, ચીઝ, બોડીમાસ ઇન્ડેક્ષ મુજબ વ્યક્તિનું ફીટનેસ તેમજ ક્યાં શાકભાજી – ફળફળાદિ ખાવાથી આપણા શરીરને કયું વિટામીન મળે, સ્વચ્છતા માટે સાબુથી હાથ ધોઇ રૂમાલથી હાથ લુંછવા, ખુલ્લો ખોરાક કે મચ્છર બેસેલ હોય તેવો ખોરાક ઉપયોગમાં ન લેવા, સ્વચ્છ પાણીનો ઉપયોગ કરી ફળફળાદિ – શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોઇને ઉપયોગ કરવો, આપણાં શરીરમાં પાણીની કેટલી જરૂરિયાત છે અને તેના ફાયદા વગેરે અંગેની જાણકારી તેમજ છેલ્લે સ્વસ્થ ભારતમ્ સ્ટેશન ખાતે માનવ જીવનમાં યોગ અને ખેલકુદનું મહત્વ દર્શાવતી બાબતોમાં વર્ચુઅલ ક્રિકેટની રમત ઉપરાંત લોન ટેનીસ, યોગ, સુપર હોકી વગેરે જેવી બાબતોને હુબહુ રીતે બાળકોને સમજ અપાઇ હતી.

ચિલ્ડ્રન – ન્યુટ્રીશન પાર્ક ખાતેના જુદા જુદા રેલ્વે સ્ટેશનોની મુલાકાત ઉપરાંત બાળકો માટેની ગેમઝોન, ન્યુટ્રીહન્ટમાં વિવિધ ગેમ્સમાં ફુટબોલ, વર્ચ્યુઅલ બાઇસીકલ રેસીંગ સહિતના બાળકોના મનોરંજન માટેના નીત નવી અસંખ્ય ગેમ્સનો આ બાળકોએ ઉત્સાહભેર લાભ લઇ આનંદ માણ્યો હતો.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •