મારે હિન્દુ કે મુસ્લિમ નહીં પણ માત્ર સારા માણસ જોઈએ છે બસ. – હિતેશ રાઈચુરા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આજે દેશ માં ચારેતરફ પોલીસ અને મીડિયા તરફ થી માત્ર એક જ અપીલ કરવામાં આવી રહી છે કે રામ મંદિર મુદ્દે જે કાઇ પણ નિર્ણય આવે એને સ્વીકારી અને લોકો શાંતિ જાળવે…
મારી દ્રષ્ટિએ આ અપીલ સદંતર ખોટી છે…
ખરેખર લોકો તો શાંત જ હતા અને છે પણ એને ઉશ્કેરવા વાળા નેતા અને પાખંડી ધર્મગુરુ ને જ શાંત રહેવાની અપીલ કરવી જોઈએ…
સોશિયલ મીડિયા પર નજર રાખવાને બદલે આ નેતા અને પાખંડી ધર્મગુરુ ઉપર નજર રાખે તો ક્યાય તોફાન થાય જ નહીં…
અને ખાસ કરી ને મીડિયા પર પણ કંટ્રોલ રાખવો જોઈએ કે દ્વિઅર્થી ભાષા દ્વારા પોતાના પક્ષ રજૂ ના કરે…
ખરેખર મને એવો પાવર મળે ને કે આખા દેશ માં મારુ મન પડે ત્યાં મંદિર,મસ્ઝિદ,ચર્ચ,ગુરુદ્વારા કે કોઈ પણ ધાર્મિક સ્થળ બનાવવા ની છૂટ મળે તો હું એ બધા જ ધાર્મિક સ્થળ હટાવી અને ત્યાં શાળા, લાઈબ્રેરી અને ગરીબો માટે આવાસ, હોસ્પિટલ અને ભોજનાલય બનાવી નાખું…
કેમ કે મંદિર બનાવીશ તો મુસ્લિમ નહીં આવે અને મસ્ઝિદ બનાવીશ તો હિન્દુ નહીં આવે પણ શાળા અને હોસ્પિટલ બનાવીશ તો બધા આવશે…
મારે હિન્દુ કે મુસ્લિમ નહીં પણ માત્ર સારા માણસ જોઈએ છે બસ…
– હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •