નર્મદા ના ભાદરવાના કાર્તિકી પૂનમના મેળામાં કાગળના ઘોડાને બદલે જીવતો ગોળો ભાથીજી દાદા ને અર્પણ કરવા નવાપુરા મહારાષ્ટ્રના પગપાળા સંઘનું રાજપીપળામાં આગમન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

નર્મદા ના ભાદરવાના કાર્તિકી પૂનમના મેળામાં કાગળના ઘોડાને બદલે જીવતો ગોળો ભાથીજી દાદા ને અર્પણ કરવા નવાપુરા મહારાષ્ટ્રના પગપાળા સંઘનું રાજપીપળામાં આગમન.
લાખો આદિવાસીઓ ભાથીજી મહારાજના દર્શન કરી, કાગળનો ઘોડો ચઢાવી પોતાની બાધા આખડી માનતા પૂરી કરે છે. જ્યારે નવાપુરાના આદિવાસી શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે જીવતો ગોળો દાદા ને અર્પણ કરશે.
આદિવાસીઓમાં ભાથીજીદાદા પ્રત્યે અગાધ શ્રદ્ધાનો ઝગમગતો દીપ
રાજપીપળા,તા.8
ભાદરવાનો મેળો આદિવાસીઓનો સૌથી મોટો ભાતીગળ મેળો ગણાય છે. જેમાં આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન થાય છે, જે કાર્તિકી પૂનમેં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે ભાથુજીદાદાની ટેકરી પર આવેલ મંદિરે ભવ્ય મેળો 12મીએ કાર્તિક પૂર્ણિમા ભરાશે, જ્યાં પહોંચવા ગુજરાત મહારાષ્ટ્ર ખાન દિવસથી આદિવાસીઓ પગપાળા સંઘો ભાદરવા આવવા નીકળી ગયા છે. અને રાજપીપળા સુધી આવી પહોંચ્યા છે. જેમાં રાજપીપળા ખાતે કાગળના ઘોડાને બદલે જીવતા ઘોડો ભાથીજી દાદા ને અર્પણ કરવા નવાપુરા મહારાષ્ટ્ર પગપાળા સંઘ આવી પહોંચતા, રાજપીપળા ભાથુજી મંદિરએ જીવતા ઘોડા ની પૂજા કરવામાં આવી હતી નવાપુરાના શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, અમે 31 તારીખના રોજ થી નવાપુરા મહારાષ્ટ્ર થી જીવતા ઘોડા ને લઈને પગપાળા યાત્રાએ નીકળ્યા છે, ભાથુજી દાદા ને ઘોડો પ્રિય હોય કાગળના ઘોડાને બદલે જીવતો ગોડો અર્પણ કરવાનું નક્કી કરેલી અમે પૂનમે ભાથીજી દાદા ની વિગતો ઘોડો રમતો મૂકીને અમારી બાધા પૂરી કરીશું દાદા સૌની મનોકામના પૂર્ણ કરે અમને દાદા પ્રત્યે અગાધ શ્રદ્ધા છે. અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા દર્શન માટે મેળામાં આદિવાસી સંસ્કૃતિ ના થતા અનોખા દર્શન થાય છે.
પગપાડા નીકળતા આદિવાસીઓનાં કારતક સુદ ચૌદસના દિવસે પૂનમના આગલા દિવસે પહોંચી જાય છે. અને આખી રાત મેળો મહાલે છે અને વહેલી સવારે પૂનમે નર્મદા સ્નાન કરી ભાથીજી દાદાના મંદિરે માથા ટેકી સફેદ કપડાનો શણગારેલો ઘોડો, પ્રસાદ, નારિયેળ, વગેરે ચડાવે છે. અને પોતાની બાધા આખડી માનતા પૂરી કરે છે. બધાના તેમજ ખુશી ના જવારા ચઢાવી ભાથીજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જીવતા ઘોડા ને અર્પણ કરનારા આદિવાસીઓની અનોખી શ્રધ્ધાના દર્શન થાય છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •