અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને રાજપીપળા વાસીઓએ આવકાર્યો.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રામ મંદિરનો ચુકાદો સાંભળવા રાજપીપળામાં ભારે ઉત્તેજનાનો માહોલ, નગરવાસી ઘરોમાં બંધ બારણે ટીવી સામે બેસી રહ્યા.

રાજપીપળા નગરમાં પોલીસ પેટ્રોલિંગ, નગરમાં શાંતિપૂર્ણ માહોલ

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના જજમેન્ટને કારણે રાજપીપલા સહિત નર્મદા ભાજપાના કાર્યક્રમો મુલતવી રખાયા

મહામંત્રીની જાહેરાત મુલતવી રખાઈ.

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટદ્વારા શનિવારે પોતાનો નિર્ણયઆજે સવારે 10:30 વાગ્યાથી આપવાનો શરૂ થઈ ગયો હતો .જેને કારણે રાજપીપલા સહિત નર્મદા મા સુપ્રીમ કોર્ટ ના નિર્ણય જણવા લોકોમા ભારે ઉત્સુકતા જોવા મલી હતી. જેને કારણે મોટે ભાગે લોકો ટીવી સામે બેસી રહયા હતા. જેને કારણે રાજપીપલા મા જાહેરમાર્ગો આજે સુમસામ બન્યા હતા .જોકે કોઇ અનિચ્છનિય બનાવો ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખો પણ રાખવામાં આવ્યો હતો, સતત નગરમાં પોલીસ પેટ્રોલિંગ કરાયું હતું.
બીજી તરફ પાંચ જજોની બેન્ચમાં સીજેઆઈ રંજન ગોગોઇ ઉપરાંત જસ્ટિસ એસએ બોબડે,જસ્ટિસ ધનંજય વાઇ ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીર ની બેન્ચે .આ કેસની સુનાવણી શરૂ કરી હતી ત્યારે તે પૂર્વ નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ થઈ ગઈ હતી .અને અસામાજિક તત્વો પકડવા કોમ્બિંગ અને હોટેલ ચેકીંગ પણ કરવામાં આવ્યુ હતુ.
બીજી તરફ નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં ભાજપ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે જિલ્લા અને તાલુકા સ્તરે સ્નેહમિલન કાર્યક્રમ તથા સંગઠનની રચના બાબતે કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે.પરંતુ આજના અયોધ્યા કેસ બાબતે સુપ્રિમ કોર્ટમાં 5 જજોની બેન્ચ અયોધ્યા મામલે ચુકાદો જાહેર કરવાના મામલે ભાજપે પોતાના સ્નેહમિલન,સંગઠન સંરચના સહીત અન્ય કાર્યક્રમો સ્થગિત રાખ્યા હતા .ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ સોસીયલ મીડિયા મારફતે એક સંદેશો વહેતો કર્યો હતો એમાં એમણે ભાજપે આ કાર્યક્રમો સ્થગિત રાખ્યા હોવાની જાણકારી આપી છે.વધુમાં એમને જણાવ્યું હતું કે સમાજમાં શાંતિ જળવાઈ રહે લોકો સંયમથી કામ કરે એ બાબત વિશે ચિંતા કરવાની છે.પ્રમુખ આગેવાનો વિશેષ લોકોનો સંપર્ક સાધી સારું વાતાવરણ બનાવવા સંદેશો આપે.સાથે સાથે એમણે સોસિયલ મીડિયા બાબતે પોતાના કાર્યકરો અને લોકોને સંયમ રાખવો ખાસ અનુરોધ કર્યો હતો .
એ ઉપરાંત આજે રાજપીપલા એપીએમસી ખાતે રાજપીપલા શહેર ભાજપાના નવા પ્રમુખ મહામંત્રીની જાહેરાત થવાની હતી જે આજના ચુકાદાના કારણે આ જાહેરાત કાર્યક્રમ મુલતવી રાખવામા આવ્યો હતો .જેની જાહેરાત હવે પછી જાહેર કરાશે તેમ રાજપીપલા શહેર મહામંત્રી દ્વારા જણાવ્યુ હતુ
બીજી તરફ આજે સુપ્રીમ કોર્ટે બેઉ પક્ષની ન આપી બેઉ પક્ષમાં રાખી ઐતિહાસિક ચુકાદો આપતા રાજપીપળા વાસીઓ આ ચુકાદાને આવકાર્યો હતો જેમાં રામ મંદિર અયોધ્યા માં બનાવવા અને મુસ્લિમોને પણ મસ્જિદ માટે પાંચ એકર જમીન ફાળવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને રાજપીપળા વાસીઓએ આવકાર્યા હતો. આ ચુકાદો આસ્થા વિશ્વાસ અને ધર્મ આધારિત પણ નહીં પણ ઘણો આધાર પર સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો હોવાનું સ્પેશિયલ બેન્ચ જણાવ્યું હતું.આજે નગરમાં દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •