ગુજરાતી ફિલ્મ સ્ક્રીનિંગ કમિટી ના સદસ્ય બન્યા ફિરોઝ ઈરાની

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

મિસ્ટર કલાકાર નાં નિર્દેશક ફિરોઝ ઈરાની નું પુષ્પ અભિવાદન સ્વીકારતા મુખ્યમંત્રી શ્રી. વિજય રૂપાણી સાહેબ…હાલ માં ગુજરાતી ફિલ્મ કમિટી નાં સદસ્ય તરીકે વર્ષો થી ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા પીઢ અભિનેતા ખલનાયક ને વધુ સારા માણસ તરીકે માન સમ્માન સાથે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મ સ્ક્રીનિંગ કમિટી નાં સદસ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તે સમગ્ર ગુજરાત રાજ્ય નાં તમામ ફિલ્મ કલાકારો માટે ગૌરવ ની વાત છે કારણ અરુણા ઈરાની તેઓ ના બહેન છે તેઓ દ્વારા પણ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન આપવામાં આવેલ છે. ઈરાની પરિવાર ખરેખર દૂધ માં સાકર ભળે તેવી રીતે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. તેઓના સુપુત્ર અક્ષત ઈરાની ની પ્રમુખ ભૂમિકા મા ૧૫ નવેમ્બર સુધી ફિલ્મ મિસ્ટર કલાકાર પ્રસારિત થશે. આ ફિલ્મ થી અક્ષત ની કારકિર્દી ઘડાશે એવું પૂછતાં ફિરોઝ ઈરાની સાહેબ દ્વારા જણાવવા માં આવ્યું છે,સહ પરિવાર બેસી ને માણવા લાયક ફિલ્મ છે દરેક પરિવાર સાથે બેસી ને જુવે તેવી ઇચ્છા નિર્દેશક ફિરોઝ ઈરાની સાહેબ વ્યક્ત કરી હતી. ગુજરાતી ફિલ્મ સ્ક્રીનિંગ કમિટી નાં સદસ્ય તરીકે નિયુક્તિ બદલ ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન સંસ્થાપક પ્રમુખ શ્રી તુષાર ત્રિવેદી તથા તેઓના પિતા શ્રી. મણિકાંત ત્રિવેદી સ્થાપક કન્વીનર મોઢ બ્રાહ્મણ સમાજ ગુજરાત દ્વારા તથા નૂતન આયુર્વેદિક રિસર્ચ સેન્ટર ના સ્થાપક ડૉ. શશીનાથ ઝા તેમજ વલ્લભ વિદ્યાનગર નાં ઉદ્યોગપતિ શ્રી. જયંત પંડયા તથા કેનેડા સ્થિત ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન પ્રમુખ અલ્પા પંડ્યા દ્વારા વિશેષ અભિનંદન પાઠવ્યા છે. ખૂબ જલ્દી ફિરોઝ ઈરાની સાહેબ ને એક સમારોહ માં સમ્માનિત કરવામાં આવશે.

સમાચાર સેવા પત્રકાર તુષાર ત્રિવેદી દ્વારા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •