આજે દેવ ઉઠી એકાદશી અમદાવાદમાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આજે દેવ ઉઠી એકાદશી અમદાવાદમાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. જેમાં મંદિરોમાં સવારે તુલસી વિવાહના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સાંજે મોટી સંખ્યામાં ભક્તો અને બ્રાહ્મણો તથા મહિલાઓ ઉપસ્થિત રહી હતી, અને તુલસીનો વિવાહ ભગવાન કૃષ્ણ સાથે વિધિવત મંત્રોચાર સાથે કરાવાયો હતો. જેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરાઇ હતી અને તુલસીના કુંડને સૌભાગ્યવતી નો શણગાર સજાવીને શાલિગ્રામની સાત પ્રદક્ષિણા કરાવી તુલસી વિવાહ કરાવાયા હતા. મંદિરમાં તથા ભવિકોના ઘરમાં ભારે ભક્તિભાવપૂર્વક વિવાહ કરાયો હતો.આજના દિવસથી ચાતુરમાસની પૂર્ણાહૂતિ થતી હોય છે. અને તુલસી વિવાહ સાથે લગ્નોની મોસમ શુભ મુહૂર્તો નો પ્રારંભ થાય છે.

તમારા દરેક સમાચાર 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •