એક એવું ગામ : કે જ્યાં 5 વર્ષથી નથી થયાં કોઈ, અને નક્કી થયેલાં લગ્ન પણ તુટી જાય છે. કેમ ? – પંકજ આહીર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

એક તરફ પીએમ મોદી સ્વસ્છ ભારત અભિયાન ચલાવી રહ્યાં છે. બીજી તરફ કાનપુર જિલ્લાની આસપાસનાં કેટલાંય ગામો કચરાને કારણે બરબાદ થઈ રહ્યાં છે. અહીંનાં 70 ટકા લોકો બિમારીનો સામનો કરી રહ્યા છે. તો યુવાનોનાં લગ્ન નથી થઈ રહ્યાં.

  • 70 ટકા લોકો ટીબી અને દમ જેવી બિમારી ગ્રસ્ત છે
  • અહીંનું વાતારણ જોઈ લગ્ન તુટી જાય છે
  • 5 વર્ષથી કોઈનાં લગ્ન નથી થયા

દેશમાં ભલે સ્વસ્છ ભારત અભિયાન ચાલી રહ્યું હોય પણ ઉત્તર પ્રદેશનાં કાનપુર જિલ્લાની આસપાસનાં કેટલાંય ગામો કચરાના કારણે બરબાદ થઈ રહ્યાં છે. એક તરફ કચરાને કારણે બીમારી વધી રહી છે ત્યાં બીજી તરફ કુંવારાઓની સંખ્યા વધી રહી છે. આ ગામોમાં કુંવારાઓની સંખ્યા સંક્રમણ રોગની જેમ વધી રહી છે. કાનપુરનાં પનકી પડાવ, જમુઈ, બદુઆપુર સરાયમિતા ગામમાં ગંદકીનાં એટલા બધા ઢગ છે કે લોકો દીકરીઓનાં લગ્ન આ ગામનાં યુવકો સાથે નથી કરાવતાં. કાનપુરનાં નગર નિગમનો સોલિડ વેસ્ટેઝ ગામોની નજીક છે. જેનાં કારણે ગામમાં ગંદકી, દુર્ગંધ અને બિમારી ફેલાતી રહે છે. જેનાં કારણે કોઈ પણ પોતાની દીકરીનાં લગ્ન આ ગામમાં કરાવવા નથી માંગતાં.

70 ટકા લોકો ટીબી અને દમ જેવી બિમારી ગ્રસ્ત છે

બદુઆપુરનાં સંતોષ રાજપુતે જણાવ્યું હતું કે અહીં તળાવને ભરી દઈ કચરાનો પ્લાન્ટ બનાવી દેવામાં આવ્યો છે. અહીં કેટલાય ટન કચરો ઠાલવવામાં આવે છે. ઉનાળામાં અહીં કોઈ રોકાતું નથી કેમ કે ગામમાં આગ પોતાની જાતે જ ભભૂકી ઉઠે છે. અહીં 70 ટકા લોકો ટીબી અને દમની બિમારીથી ગ્રસ્ત છે. બિમારીને કારણે લગભગ 5 વર્ષથી આ ગામમાં કોઈના લગ્ન નથી થયાં. એજ કારણથી યુવાનો અહીંથી સ્થળાંતર કરી રહ્યાં છે. જો લગ્ન થાય તો પણ તુટી જાય છે. આસપાસનાં ગામ બનપુરુવા, કલકપુરવા, સુંદર નગર, સ્પાતા નગર અહીંથી 3 કિમીની અંદર જ છે. લોકો ગંદકી અને પ્રદુષણની વચ્ચે રહેવા માટે મજબુર છે.

અહીંનું વાતારણ જોઈ લગ્ન તુટી જાય છે

આ ગામની સોમવતી કહે છે કે , દમ અને દુર્ગંધવાળી બિમારી ખૂબ ફેલાઈ છે. મારા ભત્રીજાનાં લગ્ન નક્કી થઈ ગયાં હતાં, પરંતુ અહીંનાં વાતાવરણને કારણે તુટી ગયાં. અમારા ગામમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી કોઈ શરણાઈ નથી વાગી. લગ્નનું માંગુ લઈને અનેક લોકો આવે તો છે પણ ગામની ગંદકી, બિમારી અને કચરાની હકિકત જાણી પાછા જતાં રહે છે. પનકી પડાવનાં રવિ રાજપુતનું કહેવું છે કે કાનપુર નગર નિગમનો સોલિડ વેસ્ટ અને કચરાનો પ્લાન્ટ અહીં બનવાને કારણે અહીં એક નહી પણ 100 બિમારી ફેલાઈ છે. આજ કારણે અડધા લોકો પોતાનાં બાળકોને સ્કુલે નથી મોકલતાં. તેમણે એમ પણ જણાવ્યું કે સમગ્ર શહેરની ગંદકી અમારા માથે નાંખી દીધી છે. કચરાનો પ્લાન્ટ અમારા ગામને અડીને છે. દુર્ગંધનાં કારણે અમારું જીવવુ હરામ થઈ ગયું છે. અમારે ઝેરી હવા શ્વાસમાં ભરવા મજબૂર છીએ.

કોઈ લગ્ન માટે નથી આવી રહ્યું

આજ ગામની કેતકી કહે છે કે, અમારા ગામમાં ન ફક્ત છોકરાઓ પણ છોકરીઓનાં પણ લગ્ન નથી થઈ રહ્યાં. અમારા ગામમાં 60 યુવકો લગ્ન લાયક છે, પરંતુ તેમના લગ્ન નથી થઈ રહ્યાં. જયારથી કચરાનો પ્લાન્ટ આવ્યો છે અહીં કોઈ લગ્ન નથી થઈ રહ્યાં. જમુઈ ગામનાં રમેશે કહ્યું કે અમારા ગામમાં યુવાનો દમ અને શ્વાસની બિમારીથી પીડિત છે. હું પોતે દમનો દર્દી છું. પહેલા મને આ બિમારી નહોતી, પરંતુ આ કચરાનાં પ્લાંટની દુર્ગંધથી મને આ બિમારી થઈ છે. મારો દિકરો લગ્ન લાયક થઈ ગયો છે, પરંતુ લગ્ન માટે કોઈ આવતું નથી.

અપર નગર આયુક્તે ગોળગોળ જવાબ આપ્યો

આ મુદ્દે અપર નગરનાં આયુક્ત અમૃત લાલ બિનદે ગોળ ગોળ જવાબ આપતા કહ્યું હતું કે જ્યાં કચરો ડમ્પ કરવામાં આવી રહ્યો છે તેને બીજે શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. આનાં પર ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. બિમારીઓને પહોંચી વળવા માટે કેમ્પ લગાવવામાં આવી રહ્યાં છે. કાનપુરની મેયર પ્રમિલા પાંડેએ કહ્યું કે કચરો કેટલાય વર્ષોથી ત્યાંજ ડમ્પ કરવામાં આવી રહ્યો છે. તેનાં માટે કામ કરવામાં આવી રહ્યું છે આના માટે કંઈક કરીશું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •