પબ્લિક નુ રક્ષણ પોલીસ કરે પણ પોલીસ નુ રક્ષણ કોણ કરશે?
દિલ્હીમા વકીલો દ્વારા પોલીસ ને માર મારતા પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ.
ગુજરાત મા પણ પોલીસ ની હાલત ખરાબ જ છે
ગુનાઓ રોકવાની જગ્યાએ પોલીસ જવાનો બંદોબસ્તમા જ વ્યસ્ત રહે છે.
ફિક્સ પગાર મા નોકરી કરવાની અને સતત માનસિક ટોર્ચર સહન કરવાનુ. જો વિરોધ કરે તો સસ્પેન્ડ કરી દેવામાં આવે જેના કારણે તાજેતરમાં પોલીસ જવાનો ના આપઘાતની ઘટનાઓ બની રહી છે.
પોલીસ જવાનોએ પોતાની લાગણીઓને મારીને પરિવાર વાર તહેવાર ભુલી સતત ડયુટી બજાવવાની થોડા દિવસ પહેલા ટિકટોક વિડિયો બનાવનાર પોલીસ મિત્રોને ડિસિપ્લિન ના બહાને સસ્પેન્ડ કરવામાં આવ્યા..
પોલીસ મિત્રોના ઘણા પ્રોબ્લેમ છે પણ એમનુ કોઈ સંગઠન નથી જે એમના પ્રશ્નો ની રજુઆત કરે ડિસિપ્લિન ખાતુ છે એ કારણ આગળ ધરી સરકાર પોલીસ સંગઠન ને મંજુરી આપતી નથી.
તાજેતરમાં ટ્રાફિક ના નવા નિયમોનો ભંગ કરનાર પાસે થી દંડ વસુલવાની જવાબદારી પોલીસ ને સોંપવામાં આવી છે જેના કારણે પબ્લિક અને પોલીસ વચ્ચે સીધા ઘર્ષણ ની ઘટનાઓ બની રહી છે ત્યારે ગુજરાત પોલીસ પણ દિલ્હી પોલીસ ની જેમ રસ્તા ઉપર ઉતરી પડે તો નવાઈ નહી.
આપનો
રજનીકાંત ભારતીય 9725542874
પ્રમુખ
ગુજરાત જનતા જાગૃતિ મંચ