દિલ્હી પોલીસ દ્વારા વકીલો પર લાઠી ચાર્જ અને ગોલીબાર ના વિરોધ મા રાજપીપલા ખાતે બાર એસોસિએશન ના વકીલો નું વિરોધ પ્રદર્શન

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા બાર ના 500થી વધુ વકીલોએ લાલ પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યુ

એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ કરવાની માંગ કરી.

દિલ્હી પોલીસ દ્વારા વકીલો પર લાઠી ચાર્જ અને ગોલીબાર ના વિરોધ મા રાજપીપલા ખાતે બાર એસોસિએશન ના વકીલોએ લાલ પટ્ટી પહેરી સૂત્રોચ્ચાર ક્રી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ .જેમા રાજપીપલા ઉપરાંત.ગરુડેશ્વર , તિલકવાડા , સાગબારા , ડેડીયાપાડા બાર એસોસિએશન ના 500થી વકીલોએ લાલ પટ્ટી પહેરી સૂત્રોચ્ચારૉ કરી દેખાવો યોજ્યા હતા

રાજપીપલા કોર્ટ પાસે રાજપીપલા બાર ના તમામ વકીલોએ ભેગાથઇ ને સૂત્રોચ્ચારૉ કરીવિરોધ પ્રદર્શન કર્યુ હતુ .
આ અંગેનર્મદા બાર એસોસિએશનના પ્રમૂખ વંદનાભટ્ટે જણાવ્યુ હતુ કે તિસહજાર કોર્ટમા
દિલ્હી પોલીસ દ્વારા વકીલો પર લાઠી ચાર્જ અને ગોલીબાર કરવામા આવ્યો છે તે ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ .વકીલો સામે થતા આવા અત્યાચાર ને અમે સાંખી નહી લઈએ .દિલ્હી પોલીસ દ્વારા વધુ અત્યાચાર થાય તો જરૂર પડે સમગ્ર દિલ્હી ને ગુજરાત ના વકીલો ઘેરી શકે છે .વકીલોને પણ હવે ન્યાય માટે લડવું પડે છે તે માટે એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ કરવાની માંગ કરી હતી

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •