શું તમારા ફેમિલી ડૉક્ટરની ડિગ્રી વિશે તમને ખરેખર કેટલું જ્ઞાન છે… ???

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

તમારા શરીર ની કાળજી લેવા બિમાર થાવ ત્યારે જેમને તમે બતાવો છો તેવા તમારા એમ.બી.બી.એસ. / એમ.ડી. ફેમિલી ડૉક્ટરની ડિગ્રી વિશે તમને ખરેખર કેટલું જ્ઞાન છે… ???

એકલો વિશ્વાસ મૂકીને હવેના જમાનામાં કશું નથી ચાલતું… બધાની ડિગ્રી વેરિફાય કરવી જ જોઈએ…

તમે કેસ પેપર પર રજિસ્ટ્રેશન નંબર અને ડિગ્રી , સર્ટિફિકેટ જુઓ છો કે પછી…ભીડ જોઈને ગમે ત્યાં દોડી જાવ છો…

૧ – એમને એમ.બી.બી.એસ. / એમ.ડી. ડિગ્રી જ્યાંથી મળેલ છે એ ડિગ્રી આપનાર કૉલેજ યુનિવર્સિટી નું નામ…

૨ – એમને ડિગ્રી આપી એમને ડૉક્ટર તરીકે માન્ય કરનાર મેડિકલ કોલેજ યુનિવર્સિટી પોતે ભારતમાં માન્ય છે કે નહિં…

૩ – ડૉક્ટરનો ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નંબર…

૪ – ડૉકટરનું આખું નામ , રજિસ્ટ્રેશન નંબર , એમની કૉલેજ અને યુનિવર્સિટી નું નામ , ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નું નામ તેમજ નંબર લખેલ ઓરિજિનલ સર્ટિફિકેટ ઓ.પી.ડી. માં લગાવેલ હોવું જોઈએ…

કેસ પેપર પર પણ જો આ બધું લખેલ ના હોય તો તમે ડૉક્ટર પાસે પૂરી વિગત માંગી શકો છો… કેમકે જિંદગી તમારી છે… તમે ડૉક્ટર ની વિગતો નહિં જાણો તો કોણ જાણશે…

કોરા કાગળ પર દવા લખનારાની શી જવાબદારી…જો દર્દીને કશું થાય તો તમે ફરિયાદ પણ કોની ઉપર કરશો…???

શરમ અને દુઃખની વાત એ છે કે … પેટ્રોલ પંપ પર દરેક વખતે ઝીરો મિટર ચેક કરનાર , મોબાઈલ રિચાર્જ કરાવતા પહેલા દરેક વખતે બે વાર પોતાનો નંબર ચેક કરનાર , સોનાના દાગીના પર હૉલમાર્ક ચેક કરનાર , શેર સ્ટૉક લેતા પહેલા એનો આખો ઈતિહાસ ચેક કરનાર અને મકાન કે ઑફિસ લેતા પહેલા એના બધા જ દસ્તાવેજ ચેક કરનાર દરેક અતિશય સમજદાર માણસ ઉપર લખેલી એક પણ વિગત ચેક કર્યા વગર પોતાના જીવ પર બધી જ જાતના અખતરા કરાવી શકે છે…

એક અસલી ડીગ્રીધારી ડૉક્ટરની સમાજ તરફની ફરજના ભાગરૂપે લખાયેલ લેખ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •