*હોલમાર્કિંગ સેન્ટર ડિજિટલ બનશે સોનાની આખી કુંડળી મળશે* – વિનોદ મેઘાણી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સોનું એ શુદ્ધતાનું પ્રતીક છે આમ છતાં તેમાં કોપર લાખ પિત્તળ જેવા ધાતુની ભેળસેળ થાય છે માટે જ જ્યારે ગ્રાહક સોનું લેવા જાય છે તો તે 100 ગરણે ગાળીને પાણી પીવે છે એટલે કે બધી બાબતોની ચકાસણી કરીને જ માલની ખરીદી કરે છે ત્યારે હવે સોનામાં થતી ભેળસેળને આસાનીથી જાણી શકાશે અને ગ્રાહકોએ પોતે ખરીદ કરેલ સોનું કેટલું શુદ્ધ છે ક્યા દિવસે ઘરેણાં બનાવવામાં આવ્યા સોનું કેટલું જૂનું છે વગેરે બાબતો આસાનીથી જાણી શકાશે *2020-2021* સુધીમાં આખા દેશભરમાં હોલમાર્કિંગ સેન્ટરની પ્રોસેસ ડિજિટલ બનશે જેનાથી સોનાની કુંડળી આસાનીથી કાઢી શકાશેહોલમાર્કિંગ સેન્ટરમાં શું કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ અધિકારી જાણી શકશે તેમજ હોલમાર્કિંગ સેન્ટરમાં જે ચીટિંગ થતી હશે તે પણ અટકાવી શકાશે
*આ સિસ્ટમ સોફ્ટવેરથી કામ કરશે*
જ્વેલર્સને હોલમાર્કિંગ કરવું હશે તો તેને ઓનલાઈન રિકવેસ્ટ મોકલવી પડશે હોલમાર્કિંગ સેન્ટરમાં માલ આવશે તો તેની એન્ટ્રી પણ ઓનલાઈન જ થશેક્યા વેપારીનો માલ ક્યા સેન્ટરમાં ગયો છે ક્યા સમયે ગયો છે વગેરે રજેરજની માહિતી બીઆઈએસમાં રજિસ્ટર્ડ થઇ જશે
હોલમાર્કિંગ સેન્ટરમાં પણ એક સોફ્ટવેર હશે અને આ સોફ્ટવેરના માધ્યમથી જ હોલમાર્કિંગ કરી શકાશેસોનામાં કેટલી બીજી ધાતુ ભેળવી છે કે કોઈ ગેરરીતિ છે તે માત્ર ગણતરીની સેકન્ડમાં પકડાઈ જશે.
*હોલમાર્કિંગ માટે એક યુનિક નંબર જનરેટ થશે*
યુનિક નંબર નાખવાથી સોનાનું વજન, જ્વેલરીનો ફોટો, કેવા પ્રકારનું સોનું વાપરવામાં આવ્યું છે તે તમામ જાણી શકાશે
*ગ્રાહકોને શું ફાયદો થશે*
સો ટચ સોનું મળશે સોનામાંથી ઘરેણાં ક્યારે બન્યા તેનું વજન શું છે? સોનાની શુદ્ધતાનો જે રિપોર્ટ છે તે સચોટ મળતો થઇ જશે અત્યારે એવું બને છે કે કેટલાક કેસમાં સોનામાં કઈ કઈ ધાતુની ભેળસેળ છે તેનો રિપોર્ટ કરાવવા છતા તેને તમામ માહિતી મળતી નથી
*તમામ કામગીરીનું નિરીક્ષણ ઓનલાઈન થઈ શકશે*
અધિકારીઓને હાલમાં સેન્ટરે અને દુકાને જઈને ચેકિંગ કરવું પડે છે. ઓછા સ્ટાફ પાસેથી આ બધુ કામ લેવું મુશ્કેલ છે. ત્યારે જો ડિજિટલ સિસ્ટમ લાગુ પડશે તો તમામ કામગીરીનું નિરીક્ષણ ઓનલાઈન થઈ શકશે. દેશભરમાં મોનિટરિંગ થતું હોવાથી ઝીણામાં ઝીણી ગેરરીતિ પકડી શકાશે
*સ્થાનિક વેપારીઓનો વ્યવસાય ફેલાઈ શકશે*
હોલમાર્કિંગ સેન્ટર સંચાલક અને વેપારીઓને અત્યારે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે સોનીબજારમાં કોર્પોરેટ કલ્ચર આવવાથી સ્થાનિક વેપારીઓને ટકવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ સિસ્ટમથી સ્થાનિક વેપારીઓનો વ્યવસાય ફેલાઈ શકશે હોલમાર્કિંગ સેન્ટર સંચાલકો વચ્ચે જે સ્પર્ધા છે તે પૂરી થશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •