શ્રમજીવી પરિવાર ના બાળકો ભણી શકે તે માટે ભાવનગર માં ચાલી રહી છે “ભાઈબંધ ની નિશાળ”

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

શ્રમજીવી પરિવાર ના બાળકો ભણી શકે તે માટે ભાવનગર માં ચાલી રહી છે “ભાઈબંધ ની નિશાળ”

ભાવનગર માં શ્રમજીવી પરિવાર ના બાળકો જે કોઈ શાળા માં ભણવા જઈ શકતા નથી તેવા બાળકો ભણે ને સમાજ માં પોતાનું એક અલગ અસ્તિત્વ ઉભું કરી શકે તેવા એક ઉમદા આશય સાથે ભાવનગર ના જ રહેવાસી ડો. ઓમ ત્રિવેદી દ્વારા એક નવતર પ્રયોગ “ભાઈબંધ ની નિશાળ” શરૂ કરવા માં આવી છે જ્યાં આ બાળકો આવી ને ભણે છે અને સાથે જ અહીંયા રમત ગમત અને શિસ્તતા ના પાઠ પણ ભણાવવા માં આવે છે.

આ ઉપરાંત અહીં ભણવા આવનાર બાળક ને પૌષ્ટિક નાશતો પણ આપવા માં આવે છે. આ શાળા શરૂ થયા ના થોડા દિવસો માં જ સોશિઅલ મીડિયા ના માધ્યમ દ્વારા લોકો ને ખબર પડતાં ની સાથે જ શહેર ના અલગ અલગ લોકો દ્વારા આ ઉમદા પ્રયોગ માં પોતા નો સહયોગ આપવા પોહચી જાય છે. કોઈ નોટબુક પેન્સિલ જેવી ભણવા ની વસ્તુ આપે છે કોઈ નાશતો આપે કે કોઈ પોતા ની પ્રતિભા પ્રમાણે બાળકો સાથે પોતાના વિચારો નું આદાન પ્રદાન કરે છે. આ બાળકો દેશ નું ભવિષ્ય છે અને કાલ સવારે ભણી ને સારા ડોકટર એન્જીનીયર કે કલેકટર બનવા ની ક્ષમતા ધરાવે છે તેવા હેતુ થી આ શાળા ની શરૂવાત કરવા માં આવી છે. ડો. ઓમ ત્રિવેદી ની શાળા માં એડમિશન માટે કોઈ જાત ના નિયમ ફોર્મ કે ફી ની જરૂરિયાત નથી…

તમે જોવા માંગો છો આ ‘ “ભાઈબંધ ની નિશાળ” તો ભાવનગર પહોંચી જાવ આજે જ…

Prepared By
NK Entertainment
Ahmedabad.
7600487998
guj.nkentertainment@gmail.com

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •