ધોરાજીમાં લોહાણા સમાજ દ્વારા ૨૨૦મી જલારામ જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.- રશ્મિન ગાંધી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

ધોરાજીમાં આજે લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ જલારામ મંદિરમાં શ્રદ્ધાળુઓની દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી. અને જલારામ બાપાની મહાઆરતી કર્યા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. અને પાદુકાપૂજન કરાયું હતું. ત્યારે મંદિરને રંગબેરંગી લાઈટો તેમજ ફૂલોથી શણગારવામાં શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભજનો કરવામાં આવ્યા હતા. અને બપોરના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અનેક જ્ઞાતીનઓના લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતીના પ્રસંગે છપ્પનભોગનું પણ આયોજન કરાયું હતું. જ્યારે સાંજના સમયે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર બાપાની પાલકી સાથે વાજતે ગાજતે નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈને ધન્ય બન્યા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •