છે સાવ અભણ નથી જાણતી, ઢગલો ભજન ગણગણે છે માં! શીદને જાવું ચાર ધામ મારે, રોજ ઈશ્વર રૂપે મળે છે માં! *- મેહુલ ભટ્ટ*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

લો, આજે માં અંગે રચના, ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ
****** ****** ****** ******
થીગડા પહેરી ને ફરે છે માં,
પરિવાર માટે શું શું કરે છે માં!

ખુદ ના દુઃખ ને ગણકારે નહિ,
સંતાન ના દુખે જો રડે છે માં !

ઘર પરિવાર ના સુખ ને ખાતર,
રોજ મંદિર જવા નીસરે છે માં!

માંદી પડે તો કહેતી નથી કોઈને,
સૌ ની માંદગી માં સેવા કરે છે માં!

થયાં વરસો રસોડા માં મથતા,
તોય સ્વાદ ના ડરે રોજ ડરે છે માં!

જિંદગી વીતી તોય ક્યાછે કશું,
બે ચાર રૂપિયા ગુંજે ભરે છે માં!

છે સાવ અભણ નથી જાણતી,
ઢગલો ભજન ગણગણે છે માં!

શીદને જાવું ચાર ધામ મારે,
રોજ ઈશ્વર રૂપે મળે છે માં!

*- મેહુલ ભટ્ટ* (૧૧.૧૦.૧૯)

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •