*નૂતન વર્ષની પ્રેરણા…* ☆અમિતાભ બચ્ચન☆. ,જાણો…સફળતાનાં સુત્રો……

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

~~~~~~~~~~~~~~
આજ વાત અમિતાભ બચ્ચનને એમના સમકાલિનોથી અલગ પાડે છે.
He is diffrent.
દરેક ઉંમર અને હોદ્દાને એક ગરિમા હોય છે.
આપણે આ માણસ પાસેથી શીખવાનું છે.
અમિતાભ વિષે લખવું એટલે બધું જાણીતું જ લખવું એમ જ થાય છતાં લખાય.
એવું શું છે?
જે કોઈને ખબર નથી ?
છતાં લખાયા કરે, સંભળાયા કરે ,
ચર્ચાયા કરે ,
ગમ્યા કરે.
એવો માણસ એટલે
અમિતાભ બચ્ચન!
નીવડેલા કહી શકાય તેવા પિતા હરિવંશરાય અને આધુનિક ગણાય તેવી માતા તેજીનો શ્રેષ્ઠ ઉછેર એટલે અમિતાભ બચ્ચન!
છતાં, એમના ઓછાયા અને છાયામાંથી બહાર આવી પોતાની જાતને સાબિત કરવાની પરાકાષ્ઠા એટલે અમિતાભ બચ્ચન!
યુવાન અમિતાભે રેડિયો પરની નોકરી અને સાત સાત ફિલ્મોની નિષ્ફળતા પછી કોચલું વળી ઘરે બેસવું મંજૂર નહિ કર્યું.
હારીને નાસીપાસ થઈને દારુ, ડ્રગ્સ કે અન્ય ફિલ્મી દુનિયામાં સામાન્ય ગણાતા દુષણોનો શિકાર થવા જેટલી માનસિક નબળાઈને નજીક ફરકવા નહિ દીધી.
મજબુત મનોબળનો માણસ એટલે
અમિતાભ બચ્ચન!
પરિવારને, માતાપિતાને પત્નીને, બાળકોને, છેલ્લે વહુને સભ્યતા અને સંસ્કારથી બાંધી રાખે તેવો શ્રેષ્ઠ પુત્ર /પતિ /પિતા/દાદા/નાના એટલે
અમિતાભ બચ્ચન!
રેખા જેવી તીખી અને ચંચળ સહનાયિકા સાથેના પ્રેમસંબંધને વરવો કે કદરૂપો નહિ બનવા દઈ એક મીઠાશ બરકરાર રાખી શકે તેવો પ્રેમી!
(સુર્યવંશમ ફિલ્મમાં રેખાનો અવાજ સંભળાય ત્યારે લાગે કે પ્રેમ ક્યારેય મરતો નથી)
આજે પણ એમની સંકેલાઈ ગયેલી કે ખામોશ લાગતી પ્રેમકથા કે લાગણી વિષે ઘણી બધી ઉત્સુકતા જગાવે!
એક અસ્પષ્ટ છતાં સ્પષ્ટ સંબંધનો ધણી એટલે અમિતાભ બચ્ચન!
કાર્યક્રમોમાં સ્ટેજ પર અમિતાભ હોય તો કેમેરા જયાના નહી, રેખાના ચહેરા પર જ સ્થિર હોય તે આ સંબંધની પરાકાષ્ઠા નથી!?
છતાં છે.
એ અમિતાભ બચ્ચન!
ફિલ્મ કારકિર્દીમાં સંધર્ષ પછી નામના અને મિત્ર રાજીવ ગાંધીના વખતમાં રાજકારણમાં મળેલી કારમી નિષ્ફળતા
અને
બોફોર્સકાંડમાં થયેલી બદનામી.
ઈજાઓ.
અને
લથડતી તબિયતમાં પણ લડ્યા કરતો એક સંઘર્ષ પુરુષ ફિનિક્સ એટલે અમિતાભ બચ્ચન!
ગાંધી પરિવાર સાથેના મીઠ્ઠા અને પછીથી કડવા થયેલા સંબંધો વિષે ક્યારેક અફસોસ જાહેર કરી શકનાર એક સામાન્ય માણસ.
મીડિયા સાથેના તંગ સંબંધો પછી સાલસ સંબંધ ઉભો કરી શકનાર,
ABCLમાં મળેલી
૮૦ કરોડની ખોટ પછી કમર કસી રાખમાંથી બેઠો થયેલો પડકારો સાથે જીવતો વ્યક્તિ અને આજે લગભગ ૨૦૦૦ કરોડનો આસામી
એટલે અમિતાભ બચ્ચન!
હેપેટાઇસિસની બિમારીમા ૩૫% લિવર સાથે
એમના સમયના બીજા કલાકારો દારુ પીને,
ખાઈ ખાઈને તબિયત બગાડી વ્હીલ ચેર પર ફરે, ત્યારે આ માણસ હોટ સીટ સામે બેસી લોકોના ચહેરા પર ખુશી અને ખિસ્સામાં કરોડો રૂપિયા ભર્યા કરે એવા સંયમી અને સંઘર્ષની મુર્તિ એટલે અમિતાભ બચ્ચન!
માનવસહજ એમનામાં પણ ખામી, ખરાબી છે. Dark side કરતા Bright side વધુ છે.
નાના, મોટા કે ગમે તે વયની વ્યક્તિ સાથે સૌમ્યતા અને સભ્યતાથી વર્તી શકતો એક અદનો માણસ.
ભાષા પર પ્રભુત્વ ધરાવતો ભાષાવિદ.
એક ઉત્તમ અભિનેતા,
સફળ ગાયક,
ડાન્સર ,
ટીવીસંચાલક
અને
૭ ૭ વર્ષે પણ વિદ્યાર્થી રહી શકતો નમ્ર માણસ એટલે અમિતાભ બચ્ચન!
આપણી આજુબાજુ ઘણા વયોવૃદ્ધ લોકો હશે,
જે પોતાનું કામ પૂરું થયું. નિવૃત્તિ આવી ગઈ.
પોતે નકામા છે,
હવે છોકરાઓ બધું સંભાળે ભગવાનનું નામ લેવાનું,
એવું માનતા, ગુસ્સામાં બેફામ બોલી નાખતા, નકારાત્મક વિચારી શારીરિક, માનસિક પીડાઓ ઉભી કરી જાત, પરિવાર અને વાતાવરણને પિડિત કરતા વડીલો માટે પ્રેરણારૂપ વ્યક્તિ એટલે અમિતાભ બચ્ચન!
ભીષણ બીમારીઓને લીધે ખોરાક કરતાં, દવાઓ પર જીવતા,
કોઈ પણ કુટેવ પર સંયમ રાખી જીવતા,
ઉત્સાહનો સમુદ્ર જેવા અમિતાભ બચ્ચનનું જીવન નવા વર્ષે મારા આત્મીય અને આત્મજનો માટે પ્રેરક રહે,
માર્ગદર્શક થઈ રહે એવી શુભ ભાવના.
સર્વને મારા નૂતન વર્ષાભિનંદન
*જીવન કોઇનું પણ સ્થિર નથી.*
*સ્થિર ફક્ત મૃત્યુ જ હોય!*
*ચલિત જીવનમાં કોઇ પણ સંજોગોમાં વિચલિત થવું નહીં.*
*ડરવું નહિ… લડવું!*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •