દિલ્હીથી તામિલનાડુની મહિલા “આઝાદીથી એકતા સુધી” નામની યાત્રા લઈ ઠેક દિલ્હીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિલ્હીથી પગપાળા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ .

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

દિલ્હીથી તામિલનાડુની મહિલા “આઝાદીથી એકતા સુધી” નામની યાત્રા લઈ ઠેક દિલ્હીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
દિલ્હીથી પગપાળા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ .
યાત્રા લઈ રાજલક્ષ્મી મંડા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી પહોંચી

31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થતા પીએમ મોદીની ખાસ ઉપસ્થિતિમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો એકતા દિવસની ઉજવણી થઈ તો બીજી બાજુ 2જી ઓક્ટોબરે દિલ્હીથી તામિલનાડુની એક મહિલા “આઝાદીથી એકતા સુધી” નામની યાત્રા લઈ ઠેક દિલ્હીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
દિલ્હીથી પગપાળા યાત્રા લઈ રાજલક્ષ્મી મંડા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી પહોંચી હતી. રાજલક્ષ્મી મંડાએ 2જી ઓક્ટોબરે દિલ્હીના લાલ ગેટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની પદયાત્રાનો આરંભ કર્યો હતો.4 રાજ્યો,30 જિલ્લા મળી કુલ 1075 કિમિ પગપાળા યાત્રા ખેડી 30મી ઓક્ટોબરે પોતાની ટિમ સાથે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી પહોંચ્યા હતા.

રાજલક્ષ્મી મંડાએ પોતાની આ યાત્રા મુદ્દે જણાવ્યું હતું કે ગાંધીજીની સ્વચ્છતા અને દેશની એકતાની ભાવના બાબતે આજની યુવા પેઢી જાગૃત થાય એ માટે આ યાત્રાનું આયોજન કર્યું છે,મારો મુખ્ય હેતુ મહિલા શશક્તિકરણનો છે.નરેન્દ્ર મોદીએ ગાંધીના સ્વચ્છ ભારત અને દેશની એકતાનું સપનું સાકાર કર્યું છે.તેઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા DFO ડો.શશી કુમાર સહિતના લોકોએ સ્વાગત કર્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજલક્ષ્મી મંડા દેશની પ્રથમ એવી મહિલા છે જેણે પોતે 9.5 ટનની ટ્રક ખેંચી ગિનિસ બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.સાથે સાથે પીએમ મોદીના કેમ્પઇન માટે એમણે 135 દિવસમાં 33,000 કિમિ બુલેટ યાત્રા કરી હતી એ માટે પણ એમનું નામ ગિનિસ બુકમાં સ્થાન પામ્યું છે,બુલેટ યાત્રાને લીધે તેઓ “બુલેટ રાણી” ના હુલામણા નામથી પણ મશહૂર છે.હવે પગપાળા તેઓ દિલ્હીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી પહોંચ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પગપાળા યાત્રા લઈ આવી પહોંચતી દેશની પ્રથમ મહિલા બની છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati