પ્રાઈવેટ સ્કૂલનો મોહ કેમ ?

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પ્રાઈવેટ સ્કૂલનો મોહ કેમ ?

સરકારી પ્રાથમિક શાળા/ હાઈસ્કૂલના શિક્ષકો, પોતાના સંતાનોને પ્રઈવેટ શાળામાં ભણાવે છે ! વાલીઓ એવું વિચારે છે કે સરકારી શાળાનું શિક્ષણ ખરાબ હોય તો જ શિક્ષકો પોતાના સંતાનોને ખાનગી શાળામાં ભણાવે !

સરકારી શાળાના શિક્ષકો પોતાના સંતાનોને ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં મોકલે છે. ઈંગ્લિશ જોબ લેન્ગવેજ છે. ઉપરાંત ફલાણાનો દીકરો ઈંગ્લિશ મીડિયમમાં ભણતો હોય તો મારો દીકરો કેમ ન ભણે? આવી દેખાદેખી પણ છે. વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં હોય, ગળે ટાઈ, છાતીએ આઈડેન્ટીટી કાર્ડ અને પગમાં બૂટમોજા ! વાલીઓ ભણતર કરતા બાહ્ય દેખાવથી અભિભૂત થઈ જાય છે. એટલે પ્રાઈવેટ સ્કૂલવાળા ઈટિકેટ-શિષ્ટાચાર તરફ વધુ ધ્યાન આપે છે. સંચાલક સ્કૂલના નામ સાથે ‘ઈન્ટરનેશનલ’ શબ્દ ‘શિકાર’ કરવા માટે જ વાપરે છે ! ખાનગી સ્કૂલની ફી જેટલી વધારે તેટલી શિક્ષણની ગુણવત્તા ઊંચી; એવું વાલીઓનું ગણિત છે ! આ કારણથી પ્રાઈવેટ સ્કૂલનો મોહ વધતો જાય છે. સરકારી શાળાના સાતમા ધોરણના 30 બાળકોમાંથી 7-8 બાળકો સિવાયના બીજાને બાળકોને જોડિયા અક્ષર વાંચવામાં તકલીફ પડે છે ! આ પ્રકારના સમાચાર પ્રસિદ્ધ થાય ત્યારે ખાનગી શાળાના સંચાલકોને તડાકો પડી જાય છે !

શાળાની ફી ભરવા માટે વાલીઓ બેવડ વળી જાય છે. સ્યુસાઈડ કરે છે. પ્રાઈવેટ શિક્ષણ વધુ ને વધુ મોંઘું થઇ ગયું છે ત્યારે સમાજનો માલેતુજાર વર્ગ જ પોતાના બાળકોને ભણાવી શકશે. USA/કેનેડા વગેરે દેશોમાં 12 ધોરણ સુધીના શિક્ષણ માટે કોઈ ફી નથી. શિક્ષણ મફત જ હોવું જોઈએ; જેથી નવી નવી જેલો ઊભી કરવાનો ખર્ચ બચે.

ગુજરાતમાં આશરે 10 લાખ વાલીઓ ઉપર ઊંચી ફીનો ભયંકર બોજો પડે છે. 18 ટકા એટલે કે 2.90 લાખ બાળકો 8 ધોરણનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરતાં નથી. બાળકોની વસ્તી વધે પણ વિદ્યાર્થીઓ ઘટે એ કેવું? – #RS

Via Ramesh Savani

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •