તું જ બેવફા છે,વફા કરવાને રત્તિ લાયક નથી, પછી હવે બાકી શુ રહ્યું છે એ તો બતાવ તું મને, એ જિંદગી!કોઈ બતાવતું નથી,કોઈ નિભાવતું નથી… હેલીક….

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

કોઈ સાથે નથી…
જિંદગીની લડાઈમાં તારી કોઈ સાથે નથી,
તું ખાલી હાથે-પગે છે,બીજી કોઈ વાતે નથી,
વિશ્વાસ ના કર,આ અવિશ્વાસની દુનિયામાં,
તું સાચો છે પણ આ દુનિયા સતયુગની નથી,
દોસ્ત ઘણાં મળશે તને દુશ્મનનાં મોહરા પહેરેલ,
રાખજે સંગાથ તેને પણ દિલ-નિવાસ લાયક નથી,
સફર ઘણો બાકી છે ખેડવાનો એ જિંદગી તુજનો,
તું જ બેવફા છે,વફા કરવાને રત્તિ લાયક નથી,
પછી હવે બાકી શુ રહ્યું છે એ તો બતાવ તું મને,
એ જિંદગી!કોઈ બતાવતું નથી,કોઈ નિભાવતું નથી…
હેલીક….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •