*રૂપાણી સરકારની વધશે મુશ્કેલી 50 હજાર કર્મચારીઓએ લીધો નિર્ણય*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ૫૦ હજાર કરતા વધુ કર્મચારીઓ એમજીવીસીએલમાં ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી આ કર્મચારીઓ દ્વારા સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર લાભો સહિત એલાઉન્સ, એચઆરએ તથા વધી ગયેલા કાર્યબોજનો જીએસઓ ૪ મુજબ ખુટતો સ્ટાફ મંજુર કરવા સહિતની માંગણી સાથે અવાર-નવાર ઉચ્ચકક્ષાઓ સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા દુર્લક્ષ સેવવામાં આવતા ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તથા જીઈબી એન્જીનીયર એસોસીએશન દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેક્ટરને નોટીસ આપી આગામી તા.૧-૧૧-૨૦૧૯થી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ૫૦ હજાર કરતા વધુ વીજ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી આ વીજ કર્મીઓ દ્વારા તંત્ર સામે સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર લાભો સહિત અન્ય વિવિધ માંગણીઓ જેવી કે એલાઉન્સ, એચઆરએ, વધી ગયેલ કાર્યબોજની સામે ડિસ્કોમ કંપનીઓમાં જીએસઓ ૪ મુજબ ખુટતો સ્ટાફ મંજુર કરવા તેમજ જેટકો કંપનીના હાલના સ્ટાફ સેટઅપને રીવાઈઝ કરી વધારવા તેમજ મેડીકલ સ્કીમની રજાનો પગાર રોકડમાં આપવા સહિતના લાભોની રજૂઆત ૨૦૧૮થી કરવામાં આવી છે.પરંતુ મેનેજમેન્ટ દ્વારા કાયદેસરની માંગણીઓ અંગે કોઈ ધ્યાન ન આપવામાં આવતા તથા સકારાત્મક કાર્યવાહી ન કરવામાં આવતા વીજ કર્મચારીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. જે અંતર્ગત વીજ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા મેનેજમેન્ટ સામે લડત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે અંગે નોટીસ અને આંદોલનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવેલ છે. આ અંગે સરકાર તથા તમામ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. જો કે હાલમાં સમગ્ર દેશ સહિત રાજ્યમાં દિવાળીની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે લોકો શાંતિથી દિવાળી ઉજવી શકે અને તહેવારનો આનંદ માણી શકે તે માટે આ અંદોલનના તમામ કાર્યક્રમો દિવાળી બાદ રાખવાનો નિર્ણય ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનીયર એસોસીએશનના હોદ્દેદારો દ્વારા લેવામાં આવ્યો છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •