જાણીએ નભોઈનાં અતિ પૌરાણિક 500 વર્ષ પૂર્વેના સ્વયંભુ હનુમાનજીનો રસપ્રદ ઇતિહાસ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાતના એવા અનેક ધર્મસ્થાનો આવેલાં છે. જેની
સાથે ભક્તોની શ્રદ્ધા જ નહિ, રસપ્રદ પૌરાણિક કથાઓ
અને પ્રસંગો પણ જોડાયેલ છે. એમાંના જૂજ ધર્મસ્થાનો
વિકાસ પામી પ્રસિદ્ધ થાય છે. જ્યારે મોટાભાગના હજી
અવિકસીત કે અર્ધ વિકસિત થઈને જૂની અવસ્થામાં જ
ધરબાય રહ્યાં છે. સરકાર અને સમાજ દ્વારા આવા
ધર્મસ્થાનો ના વિકાસ પ્રત્યે ગંભીરતાથી ધ્યાન આપવામાં
આવી રહ્યું છે. ગંગા ઘાટ ની જેમ ગુજરાતને પણ ધર્મસ્થાનોની
એક અનોખી ભૂમિ તરીકે ઓળખ મળી છે. રામદૂત
હનુમાનજી ની કોઈ પણ પ્રતિમા કે તસ્વીરમાં એમના મુખ
પર મૂછ જોવા મળતી નથી. પરંતુ ગાંધીનગર નજીકના
નભોઈ ગામના આ મંદિરમાં મૂછાળા મારૂતિનંદન પાંચ
સ દી જૂની પ્રતિમા પ્રસ્થાપિત થયેલી છે. આજે આ હનુમાનને
નભોઈયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. પાંચ ફૂટ
ઊંચી આ મૂર્તિ ખરેખર તેજ થી લોથપોથ જોવા મળે છે.
આ મૂર્તિની વિશિષ્ટતા એ છે કે, આ મૂર્તિમાં હનુમાનજીને
મૂછ છે, જેથી તેને મુછાળા હનુમાન તરીકે પણઓળખવામાં આવે છે. અમદાવાદથી ૯ કિ.મીટ દૂર કોબા
સર્કલ પાસે નભી ગામમાં આવેલા હનુમાન કહાની ખૂબ
જ રસપ્રદ છે. નભોઈ ગામમાં પ00 વર્ષ અગાઉ એક
સવારે ખોદકામ કરતા મૂર્તિ મળી આવેલી અને આ મૂર્તિ
તેજ થી ભરપૂર હતી. સ્થાનિક ગામવાસીઓ એ આવીને
જોતા આ મૂર્તિ હનુમાન દાદા ની હોવાનું માલુમ પડ્યું હતું.
તેથી તે જ સ્થળે ગામવાસીઓ એ આ હનુમાન દાદાના
મંદિરને નભોઈયા હનુમાન મંદિર તરીકે સ્થાપના કરી હતી.
માગશર સુદ બીજના રોજ આ મૂર્તિ મળી આવી હતી.
. તેથી દર વર્ષે માગસર સુદ બીજના રોજ અહિયાં આ
મંદિર પાટોત્સવ ઉજવવામાં આવે છે. હાલ આ મંદિરની
બાજુમાં ભગવાન શંકર તથા બહુચરાજી માતા તથા
ગણપતિનું મંદિર બનાવવામાં આવ્યું છે. જેમ જેમ મંદિર
વિશે લોકો જાણતા થયા તેમ તેમ ભક્તોની ભીડ પણ
જામતી ગઈ છે. આ મંદિરે દર શનિવારે મોટી સંખ્યામાં
ભાવિક ભક્તો ઉમટે છે.

સહર્ષ જણાવવાનું કે શ્રી નભોઈ હનુમાનજી મંદિર આશરે

૫૦૦ વર્ષ પુરાણું છે. આ મૂર્તિ પુરાણી અને ચમત્કારિક
६२
સાથ સહકારથી ભંડારો કરવામાં આવે છે. અનેક ભાવિક ભક્તો ની આસ્થા તથા માન્યતાઓ
પરી પૂર્ણ થયેલ છે. સદરહુ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો છે. જે ખર્ચને પહોંચી વળવા માટે
ભાવિક ભક્તો એ અનુદાન આપી મદદરૂપ થવા નમ્ર વિનંતી છે.

જીર્ણોદ્ધાર અંગે ની ભેટ રોકડા, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી સ્વીકારવામાં આવશે.
જી ની પાકી પહોચ આપવામાં આવશે. ચેક / ડીમાન્ડ ડ્રાફ્ટ “શ્રી હનુમાનજી મંદિરા
(નભોઈ)”ના નામ નો લખવી. દાન આપનાર દાતાશ્રીઓ એ નીચે જણાવેલ ટ્રસ્ટીગણ
અથવા પુજારીનો સંપર્ક કરવો.

શ્રી હનુમાનજી મંદિર ના જીર્ણોદ્ધાર ઉપરાંત શ્રી બહુચરાજી માતાજી તથા શ્રી
મહાદેવજી મંદિર નો પણ જીર્ણોદ્ધાર કરવાનો છે. આ શુભ કાર્યમાં સહભાગી થવા ભાવિક
ભક્તો ને વિનંતી કરવામાં આવે છે. વધુ માહિતી માટે સંપર્ક. મનુભાઈ દુધિયા.9408600305.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •