Watch “જાણીએ વિરાટ વ્યક્તિત્વ વિશ્વવિખ્યાત પેથોલોજીસ્ટ ડો. ભાસ્કર વ્યાસ.” on YouTube

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ડો. ભાસ્કર વ્યાસ કે જેઓ ગુજરાતનાં ખૂબ જ જાણીતાં પેથોલોજીસ્ટ છેઃ તેમણે પેથોલોજીસ્ટ તરીકે કેરિયર ચાલુ કરી અને 1971 મા પ્રથમ લેબોરેટરીની સ્થાપના કરી હતી. અને ૧૯૭૪ સુધી તેમણે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં કામ કર્યું હતું, અને 1975 માં તેમણે પોતાની પ્રાઇવેટ પેથોલોજીની પ્રેક્ટિસ ચાલુ કરી હતી. 1975થી આજ દિવસ સુધી તેમની લેબોરેટરી ફક્ત ગુજરાતમાં જ નહીં,પરંતુ સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે. તેમની લેબોરેટરી એક્રેડિટેશનવાળી લેબોરેટરી છે. જેને સ્વચ્છતા માટે કોઈપણ ને ચેલેન્જ કરી શકાય, તેટલી સ્વચ્છ અને સુંદર, વળી તેટલી જ પરફેક્ટ અને ચોક્કસ નિદાન કરનારી લેબોરેટરી તરીકે વિશ્વવિખ્યાત છે. તેમની તદ્દન સ્વચ્છ છબી તે જ તેમના માટે ઉત્કૃષ્ટ પુરસ્કાર રુપ એવોર્ડ છે. ડો.ભાસ્કર વ્યાસ દ્વારા આજ દિવસ સુધી માં 40 લાખ પેશન્ટોને તેમણે તપસ્યા છે. ખાસ તો આ 40 લાખ પેશન્ટ માંથી 1.3 મિલિયન તદ્દન ગરીબ કે જેમની કોઈ ફી પણ લીધી ના હોય અથવા તો પછાત વર્ગમાંથી આવતા ગરીબ દર્દીઓ હોય તે બધા જ પેશન્ટોની ડોક્ટર વ્યાસ દ્વારા મફત સારવાર કરવામાં આવી છે, અથવા તો એમ કહી શકાય કે ખુબજ નહીવત ફી દ્વારા પણ તેમને ખૂબ જ ઉત્કૃષ્ટ અને ઉત્તમ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. ડો.વ્યાસના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ગમે તેટલા કોમી તોફાનો થાય, પરંતુ મારી રીલીફ રોડની આશિષ પેથોલોજી લેબોરેટરી ક્યારેય બંધ રહી નથી. એટલું જ નહીં પરંતુ આટલા કોમી તોફાનો થવા છતાં પણ મારી લેબોરેટરી ક્યારે બંધ રહી નથી. તેથી વિશેષ માં હું આટલા કોમી તોફાનોમાં પણ પોતાનું સ્કૂટર અથવા તો સાઈડ કાર લઈને ગમે તેટલા મુસ્લિમ વિસ્તારમાં છેક પોળોની અંદર સુધી જેમકે કાલુપુર,દરિયાપુર, શાહપુર, જુહાપુરા, જમાલપુર આ બધા વિસ્તારોમાં દર્દીઓની તપાસ માટે કોઈ પણ ડર કે ભય વગર બેરોકટોક લોકોની સેવા માટે ખડે પગે તત્પર રહેતો હતો. તે સમય દરમિયાન મારી પાસે મધ્યમ વર્ગના માણસોથી લઈને ગરીબ માણસ તેમજ મિલમાલિકો અને ફેક્ટરીના માલિકો સુધીના દરેક પેશન્ટોની સારવાર કરવામાં આવતી, તદુપરાંત રાજકારણીઓ અને અલગ અલગ ધર્મના ધર્મગુરૂઓ પણ બાકાત નથી.એમાં પણ અમારા પ્રમુખસ્વામી મહારાજ બીએપીએસ ના વડા કે જેમને 42 વર્ષ સુધી અવિરત સારવાર કરવાનો સદભાગ્ય ડોક્ટર વ્યાસ ને પ્રાપ્ત થયું હતું. ડોક્ટર વ્યાસ આમ તો 1970 થી સંતોની સેવામાં વ્યસ્ત રહેતા હતા. દરેક સંતો તેમને પર્સનલી ઓળખતા હતા. મહંત સ્વામી મહારાજ પણ તેમને ખૂબ અંગત અને સારી રીતે ઓળખે છે. આ ઉપરાંત મણિનગર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના મહંત પુરુષોત્તમદાસ પ્રિય મહારાજ, તદુપરાંત વાસણા મંદિરના મહારાજ કે જેઓ અક્ષરધામ નિવાસી થયા હતા. તદુપરાંત બધા સંતોની તેઓ સેવા કરે છે. આ ઉપરાંત સન્યાસ આશ્રમ ના ધર્મગુરુના પણ બ્લડ સેમ્પલ ડોક્ટર વ્યાસ સાહેબે લીધેલા છે. ગીતામંદિર મહારાજ નંદજીમહારાજ ના પણ સેમ્પલ લીધેલા છે. એવું નથી કે ફક્ત હિન્દુઓના જ ધર્મગુરુઓ આવે,મુસ્લિમ ધર્મના ધર્મગુરું વહોરાજીના પણ blood samples ડોક્ટર વ્યાસ દ્વારા લેવામાં આવ્યા છે. ઉપરાંત મુસ્લિમ ધર્મ ગુરુ શેખ બુરહાનના પણ તેમણે બ્લડ સેમ્પલ લીધા છે. જે માટે અસારવાના તેમના રોજા ઉપર જઈને બ્લડ સેમ્પલ લીધા છે. આ ઉપરાંત આજુબાજુના ગામોમાં આવેલાસંતો જેમ કે પાટણ પાસે આવેલા ગામના મહાદેવના મહંત પરમાનંદજી મહારાજના પણ બ્લડ ટેસ્ટ લીધેલા છે. એટલે એક જોતા કહી શકીએ કે કોઈપણ જાતિના ભેદભાવ વગર ટાઢ-તડકો કે વરસાદ કંઈ પણ કંઈ પણ જોયા વગર ફક્ત અને ફક્ત પોતાના દર્દીઓની સેવા તે તેમનો જીવનમંત્ર અને ધ્યેય બની ગયો છે. ડોક્ટર વ્યાસ દ્વારા અત્યાર સુધીમાં 42 million પેશન્ટને તપાસવામાં આવ્યા છે. જેમાંથી બે મિલિયન જેટલા કાં તો ખૂબ જ નહીવત રકમ દ્વારા તેમની તપાસ કરવામાં આવી છે. અને ડોક્ટર વ્યાસ એટલે એમ કહી શકાય કે ધર્મનિરપેક્ષતા નું જીવતું જાગતું ઉદાહરણ તેમજ ડો વ્યાસે વિક્ટોરીયા જ્યુબીલી હોસ્પિટલમાં પણ ખૂબ જ કામ કર્યું હતું. તેમજ કામેશ્વર મહાદેવ ટ્રસ્ટનું પણ તેમણે સેવા કરેલ છે. આ ઉપરાંત કેડીલા ફાર્મસૂટિકલ્સના ઇન્દુભાઇ તેમજ પંકજભાઈ પટેલ રમણભાઈ શેઠ યુએન મહેતા સાહેબ તેમજ તેમજ તેમના પત્ની શારદાબા તેમજ તેમના આખો પરિવારની પણ અવીરત સેવા કરી છે. ડો વ્યાસના જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ ધર્મ પેઢી દર પેઢી અમારા વારસામાં ઉતરેલ છે. તદુપરાંત ભગવાન સ્વામિનારાયણના અમારા દાદાશ્રી જેઠારામદાદાને ભગવાન સ્વામિનારાયણના ખૂબ જ આશિર્વાદ પ્રાપ્ત થયા હતા.આ ઉપરાંત જ્યારે મને યજ્ઞોપવીત આપવામાં આવી આવી ત્યારે મારી ઉંમર ફક્ત છ વર્ષની હતી ત્યારે બળવો દોડાવ્યા પછી લંગોટીભેર અમારા પિતાશ્રી તેમજ મામા આંબલીવાળી પોળમાં લઇ ગયા હતા. અને આંબલીવાળી પોળમા મે શાસ્ત્રીજી મહારાજ સુતેલા જોયા હતા. મને ચહેરો બહુ યાદ નથી, પરંતુ તેમના ચરણારવિંદ આજ દિન સુધી મારી નજર સમક્ષ રહેલ છે. ત્યારબાદ યોગીજી મહારાજ ગાદી પર આવ્યા. 1971માં મારે અમેરિકા વધુ અભ્યાસ અર્થે જવાનું નક્કી નક્કી થયું, ત્યારે મને યોગીજી મહારાજે અમેરિકા જવાની જ ના પાડી દીધી. ત્યારે મારા પિતાજી પણ સાથે આવ્યા હતા. અને યોગીજી મહારાજે અમેરિકા જવાની ના પાડતા મારા પિતાજી ખૂબ જ ખુશ થયા હતા, કારણ કે હું અમેરિકા જવું તે મારા પિતાજીને ગમતું નહોતું. આમ મારા પિતાજી ગાંધીવાદી તો ખરા જ, વળી સાવ નિર્મળ પણ ખરા. મારા પિતાજીને ભાગવત પણ મોઢે હતું તેવા પવિત્ર હતા. કાલુપુર મંદિરના દેવેન્દ્ર પ્રસાદ મહારાજની પણ ખૂબ સેવા કરી હતી. અને હાલમાં ગાદીપતિ તેજેન્દ્રપ્રસાદજી મહારાજની પણ ખૂબ સેવા કરી. તેમજ કૌશલેન્દ્રપ્રસાદ મહારાજની સેવાનો લાભ મળ્યો છે.

TejGujarati