અટલ જ્યોતિ યોજના હેઠળ ફ્રીઝ-2 સાંસદ ગીતાબેનના દત્તક ગામ ભાદરવા ગામે સોલર લાઈટો નું વિતરણ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

નર્મદાના ત્રણ તાલુકાઓ નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકા માં થશે વિતરણ

1.28 કરોડના ખર્ચે 500 ગામોમાં થશે વિતરણ

છોટાઉદેપુર ના સંસદ ગીતાબેનરાઠવા દ્વારા પોતાના દત્તક ગામે ભાદરવા ગામે અટલ જ્યોતિ યોજના હેઠળ ફ્રીજ -2 સોલર લાઈટો વિતરણ કરવામાં આવ્યું હતું. પોતાના દત્તક ગામેથી શરૂઆત કરતાં ગીતાબેને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને સાંસદનિધિના સહયોગથી તિલકવાડા તાલુકામાં મારુ દત્તક ગામ ભાદરવા ગામ અટલ જ્યોતિ યોજના હેઠળ સોલર લાઈટો વિતરણ કરવાનું શરૂઆત કરી છે. ત્યારબાદ ક્રમશ નમર્દાના ત્રણ તાલુકાઓ નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના ગામો માં 1.28 કરોડના ખર્ચે સોલર લાઈટ નું વિતરણ કરશે. જેમાં દરેક તાલુકામાં 15 ગામ પસંદ કર્યા છે. જેમાં 10-10 સોલર લાઈટો વિતરણ કરાશે, કુલ 500 લાઈટોનું વિતરણ કરવાનું આયોજન છે જે ક્રમશઃ વિતરીત કરાશે.
આ યોજના હેઠળ દરેક ગામમાં સોલાર લાઇટથી ચાલનારી સ્ટ્રીટ લાઈટોને કારણે ગામડાઓની અજવાળીયા બનશે, વીજળી ની બચત થશે, આ લાઈટો દિવસે સૂર્યશક્તિથી વીજળી નો સંગ્રહ કરશે અને રાત્રે આ સોલાર લાઈટો ઝાળહળી ઉઠશે. ગામમાં અવારનવાર લાઈટો ડૂલ થતી હોય હવે ગામલોકોને અંધારાનો સામનો કરવો નહીં પડે તેમ જણાવી સરકારની આ યોજના પ્રજાલક્ષી હોવાનું જણાવ્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •