પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી સાહેબને શ્રદ્ધાંજલી..પાર્શ્વ ગાયક તુષાર ત્રિવેદીનાં સ્વર માધુર્યમાં..

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ શહેર ખાતે ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન તથા ઓલ ઇન્ડિયા મોઢ બ્રાહ્મણ એસોસિએશન સાથે રોટરી કલબ ઓફ પ્રહલાદ નગર પ્રમુખ સંજય વકીલ ની ઉપસ્થિતિ સાથે “મોઢબ્રાહ્મણસ્થાપકકન્વીનર.કોમના સંસ્થાપક પ્રમુખ શ્રી મણિકાંત ત્રિવેદી, રાજેન્દ્ર વ્યાસ, ધીરેન ત્રિવેદી,યોગેશ ઉપાધ્યાય,ભાવિની બેન ત્રિવેદી, વિજુબેન આહીર, આશીત પરીખ, મહર્ષિ જાની, જીગર ત્રિવેદી,બિપીનભાઈ મોદી, જેવા અનેક નામવંત સામાજિક અગ્રણી ની ઉપસ્થિતિ માં ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ ડૉ. એચ. એલ. ત્રિવેદી સાહેબ અને અમરીશ પરીખ સંગીતકાર ને આપવામાં આવી હતી, ઉક્ત પ્રસંગ પર વૈષ્ણવ જન તો તેને રે… એ માલિક તેરે.. મધુબન ખુશ્બુ દેતા હૈ… ઓ જાનેવાલે હો સકે તો.. દુનિયા બનાનેવાલે… રઘુપતિ રાઘવ રાજારામ.. જેવા અનેક ભજન પ્રસ્તુત કરવામાં આવ્યા વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા વિજેતા તુષાર ત્રિવેદી દ્વારા.. પ્રાસંગિક પ્રવચન રાજેન્દ્ર વ્યાસ દ્વારા કરવામાં આવેલ અને સંજય વકીલ સાહેબ તથા મુખ્ય અતિથિ ફિલ્મ અભિનેતા ફિરોઝ ઈરાની દ્વારા પણ બને મહાનુભાવો ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. માત્ર એટલું કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા જે કામ થવું જોઈએ તે કામ રોટરી કલબ ઓફ પ્રહલાદ નગર તથા ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવેલ અને ખૂબ ઉમદા પ્રતિસાદ મળ્યો હતો સાથે ડૉ. એચ. એલ. ત્રિવેદી સાહેબ ના નામ ની સડક યા કોઈ ચાર રસ્તા ને નામ મળે તે માટે ખૂબ જલ્દી રાજય સરકાર ને આવેદન પત્ર આપવામાં આવશે. આ મનોગત સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રમુખ શ્રી ધીરેન ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ જેને સામૂહિક રીતે ખૂબ પ્રતિસાદ મળ્યો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •