*સંવેદનશીલ સરકારનાં સંવેદનશીલ મુખ્યમંત્રીનો સંવેદનાપૂર્ણ નિર્ણય*
*હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે*
ખરા અર્થમાં સંવેદનશીલ સરકાર અને સંવેદનશીલ મુખ્યમંત્રી કોને કહેવાય? જે લોકહિત માટે ત્વરિત નિર્ણયો લઇ શકે અને જરૂર પડ્યે નિર્ણય બદલી પણ શકે. વિજયભાઈ રૂપાણીની રાજ્ય સરકાર બિલકુલ જડ નથી અને પૂર્ણત: ચેતનવંતી છે તેનો વધુ એક પુરાવો આજે મળ્યો. બિન-સચિવાલય ક્લાર્કની તાજેતરમાં રદ્દ થયેલી પરીક્ષા તારીખ 17/11/2019ના રોજ લેવાની જાહેરાત આજે થઈ છે અને હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે, તેવી જોગવાઈ રખાઈ છે. આ નિર્ણયની જાહેરાત થતા જ નોકરીના ઉમેદવારોમાં આનંદ પ્રસરી ગયો છે.
પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય પરત ખેંચાતા ફરી વખત પુરવાર થયું છે કે, રૂપાણી સરકાર લોકોની લાગણી, તેમની જરૂરિયાતો અને યુવાવર્ગની આવશ્યકતાઓ સુપેરે સમજે છે, એ મુજબ જ નિર્ણયો લે છે. આ નિર્ણય બદલ CM રૂપાણીને જેટલાં અભિનંદન આપીએ એટલા ઓછા છે.