નર્મદા માં સમાવિષ્ટ પ્રાથમિક શાળા મુવી બોરીદ્રા તથા મોટીચિખલી પ્રાથમિક શાળાને નજીકની 1 થી 8 પ્રાથમિક શાળામાં સામેલ (મર્જ) નહીં કરવા રાજપીપળા ખાતે આવેદન અપાયું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક સમાચાર

જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક અધિકારી નર્મદા ને આવેદન આપતા આદિવાસી સંગઠન ના આદિવાસી આગેવાનો

ગામની ધોરણ 1 થી 5 ની જે પ્રાથમિક શાળા ટૂંક સમય બંધ થવાની વાતથી અને ગામના બાળકોને અન્ય ગામમાં ભણવા જવું પડશે ચિંતિત વાલીઓ
શાળામાં મર્જ કરાશે

ગરીબ બાળકો એ પારાડેરાથી ૫ કિલોમીટર જેટલું અંતર કાપીને બોરીદ્રા ની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જવું પડશે

રાજપીપળા?, તા 15

નર્મદા માં સમાવિષ્ટ પ્રાથમિક શાળા મુવી-બોરીદ્રા તથા મોટીચિખલી પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૫ ની જે પ્રાથમિક શાળા ટૂંક સમય બંધ થવાની ચર્ચા વહેતીવ થતાં વાલીઓમાં ચિંતા નો વિષય બનયે છે કારણ કે જો શાળા બંધ થાય તો ગામના બાળકોને અન્ય ગામમાં જવાબ ભણવા જવું પડશે તેવી દહેશત થી રાજપીપળા ખાતે નર્મદામાં સમાવિષ્ટ પ્રાથમિક શાળા મુવી-બોરીદ્રા ના તથા મોટીચિખલી પ્રાથમિક શાળાને નજીકની 1 થી 8 ની પ્રાથમિક શાળામાં સામેલ (મર્જ) નહીં કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક અધિકારી નર્મદાને આદિવાસી સંગઠનના આદિવાસી આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના નાગરિક તેમજ આદિવાસી મૂળનિવાસી સંગઠનના આગેવાનો એ મુવી તેમજ મોટી ચીખલી ગામ ની ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા કાયમની ચાલુ રાખવા બાબતે લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બોડીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ પ્રાથમિક શાળા મુવી બોડીદ્રા તથા મોટીચિખલી પ્રાથમિક શાળાને નજીકની 1 થી 8 ની પ્રાથમિક શાળામાં સામેક (મર્જ) નહીં કરવા બાબતે કેટલાક સમયથી અમારા ગામ ગામોમાં ચર્ચાઓ ચાલી રહી છે, કે આપણા ગામની ધોરણ 1 થી 5 ની જે પ્રાથમિક શાળા ચાલે છે. જે ટૂંક સમયમાં બંધ થશે અને આપણા ગામના બાળકોને અન્ય ગામમાં ભણવા જવું પડશે. જેથી અમારા ગામના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ચિંતાનો વિષય બન્યો છે. કેમકે પ્રાથમિક શાળા મોવી બોરીદ્રા થી દોઢ કિલોમીટરની ના અંતરે પારાડેરા નામનું નાનકડું ગામ આવેલું છે. ત્યાંથી કેટલાક ગરીબ બાળકો પ્રાથમિક શાળા મોવી ભણવા આવે છે અને 1 થી 5 ની મોવી ની પ્રાથમિક શાળા બોરીદ્રા પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવે તો આ ગરીબ બાળકો એ પારડેરા થી પાંચ કિલોમીટર જેટલું અંતર કાપીને બોરીદ્રા ની ધોરણ ૧ થી ૮ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જવું પડે તેમ છે અને ગરીબ બાળકો ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં ચાલી ને ભણવા જઈ શકે તેમ નથી. તદુપરાંત 1 થી 5 ની મોવી પ્રાથમિક શાળામાંથી બોરીદ્રા પ્રાથમિક શાળા વચ્ચે દોઢ કિલોમીટર નું અંતર છે ની રસ્તામાં ત્રણના davo આવે છે જેથી કરી ચોમાસાની ઋતુમાં પૂરની સમસ્યા ઊભી થાય છે જેનાથી પણ ખૂબ જ જોખમ હોય છે અને ડુંગર તેમજ જંગલના વિસ્તારને કારણે જંગલી પ્રાણીઓ હમલો કરે તેનો પણ રહે છે. શિયાળામાં તેમજ ઉનાળાની ઋતુમાં પહેલા ધોરણ થી માંડીને પાંચમાં ધોરણ ના બાળકો ને શાળાએ જવામાં ખતરારૂપ છે તથા બાળક ના વાલીઓ મંજૂરી અર્થે બહારગામ જતા હોય જેથી બાળકોને સવારે એકલા જ શાળાએ જવું પડે તેમ છે આવા કારણસર બાળકો ઉચ્ચ કક્ષાના શિક્ષણથી વંચિત રહી જાય તેમ છે અને શિક્ષણના અભાવે ઉચ્ચ કક્ષાના અધિકારી કે પદાધિકારી નહિ પરંતુ મંજુર, ચાકર અને પટાવાળા બને તેવું અનુમાન થઈ રહ્યું છે. જેથી અમારા ગામના ધોરણ 1 થી 5 પ્રાથમિક શાળા કાયમી ધોરણે ચાલુ રહે તેવી માંગ કરી હતી.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •