અમદાવાદની જાણીતી વૈચ્છીક સંસ્થા શાહ જશવંતલાલ જીવણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ણા શરણં મમુ દ્વારા દિવ્યાંગો માટે રાસગરબા કાર્યક્રમ યોજાયો..

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

મનોદિવ્યાંગો અને માનસિક બીમારોનાં પુનર્વસન માટે ૧૫ વર્ષથી કાર્યરત અમદાવાદની જાણીતી વૈચ્છીક
સંસ્થા શાહ જશવંતલાલ જીવણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ણા શરણં મમુ દ્વારા ૧૧મી, ઓક્ટોબર ૨૦૧૯ને
શુક્રવારનાં રોજ સાંજનાં ૬ થી ૧૦ સમય દરમ્યાન શીવરંજની ચાર રસ્તા નજીક આવેલાં પૂજા પાર્ટી પ્લોટમાં દિવ્યાંગો
માટે રાસગરબા કાર્યક્રમ યોજાઈ ગયો..

આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૨૫ જેટલાં મનોદિવ્યાંગો અને તેમનાં પરીવારજનો થઈને ૭00 જેટલાં
વ્યક્તિઓ એ ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત અતિથિ વિશેષ બોડકદેવમાં કાઉન્સેલર તેમજ હોસ્પીટલ કમિટી ચેરમેન
શ્રી દેવાંગભાઈ દાણી, કાઉન્સેલર દિપ્તીબેન અમરકોટિયા, ઈજેક્ટ-સીનાં એજમીનીસ્ટ્રેટર શ્રીમતી એ. એ. પંડિત તેમજ
સંસ્થાના તમામ અગ્રણીએ આરતી દ્વારા થઈ હતી.

કાર્યક્રમનો અંતમાં મુખ્ય અતિથિ RCI વેસ્ટ ઝોન નો ઝોનલ કો-ઓર્ડિનેટર શ્રી ડો. શ્રદ્ધા રાય, ડો. આર.
ઠકરાર, શ્રીમતી ગાર્ગીબેન નગરશેઠ ધ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું. જેમાં, ગરબા મટકી ડેકોરેશન હરીફાઈમાં ૩
મનોદિવ્યાંગો અને ગરબા હરીફાઈમાં મનોદિવ્યાંગોમાં બેસ્ટ રમનારનાં ૨ ઈનામો, બેસ્ટ ડ્રેસીંગનાં ૨ ઈનામો, બેસ્ટ
માતા ઈન્વોલ્વમેન્ટનું 1 ઈનામ, બેસ્ટ પેરન્ટીંગનું 1 ઈનામ આપવામાં આવ્યા. તેમજ એ. બાળકની મમ્મીઓનો સ્પે.
ગરબા પરફોર્મન્સ પણ રજૂ કરવામા આવ્યો. આવનાર દરેક મનોદિવ્યાંગ ને ભોજન અને ટોકન ઈનામો પણ આપવામાં
આવ્યા.

સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી યશેસ શાહ નું કહેવું છે કે મનો દિવ્યાંગ કે માનસિક બીમારીને સમાજ સહજતાથી
સમજે, સ્વીકારે તે મને તક આપે તેવી ઉદ્દેશ્યથી સંસ્થાના તમામ કાર્યક્રમો નોર્મલ સમાજનાં લોકોની વચ્ચે જ કરવામાં
આવે છે. તેમનાં માટે જરૂરી તમામ સેવાઓ પણ સમાજની વચ્ચે રહીને જ ચલાવીએ છીએ. આ વ્યકિતઓને સમાજથી
દુર મૂકી દેવાથી તે જીવનભર પાંગળા બની જાય છે. આપણે સૌએ જ તેમને સ્નેહથી સમજવા પડશે.

સંસ્થા દ્વારા દિવ્યાંગોને સારવાર, તાલીમ આપી પગભર કરવામાં આવે છે અને તેઓને સમાજમાં સ્વમાનભેર
જીંદગી જીવી શકે તેવા સક્ષમ કરવામાં આવે છે. આ વ્યક્તિઓ સમાજનાં મુખ્ય પ્રવાહમાં ભળે અને સમાજ તેમને
સ્વીકારે તે માટે કેટલાય અવનવા કાર્યક્રમો સંસ્થા દ્વારા અવારનવાર કરવામાં આવે છે.
શાહ જે. જે. ચેરી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •