*સોનાના ભાવ વધતાં 8 લાખ લોકોની નોકરી ગઈ*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ સહિત દેશભરના જવેલર્સ અને સોના ચાંદી તેમજ ડાયમંડના લાખ્ખો કારીગરો હાલને તબક્કે સાવ જ નવરા થઇ ગયા છે. સોનાના સતત વધતા જતા ભાવોના કારણે ઘરાકી ઉપર મોટી અસર થવા પામી છે અને હજુ આગામી દિવસોમાં દિવાળી આસપાસ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ 41 હજારની આસપાસ પહોચવાની પુરેપુરી શક્યતા બજારના વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.જૂનું સોનું વેચનારા જ દેખાઈ રહ્યા છે જવેલર્સ એસોસીએશન ના જણાવ્યા મુજબ આ સમગ્ર સેક્ટરમાં હાલને તબક્કે આઠ લાખથી વધુ કારીગરો બેકારીનો સામનો કરી રહ્યા છે. તેમાં ખાસ કરીને જડતરના રાજસ્થાની કારીગરો ચાંદીના કાવગના જગન્નાથપુરી- ઓરિસ્સાના કારીગરો અને સોનાના- મીનાના અને રોડીયમના બંગાળી કારીગરો મળીને ગુજરાતમાં આઠ લાખ જેટલા કારીગરો બેકાર બન્યા છે

TejGujarati