થોડોક બદલાવ લાવીએ??

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

થોડોક બદલાવ લાવીએ??

દૂધની થેલીને કાપતી વેળાએ મિત્ર ડૉ. તેજસ દોશીએ કહેલી આ વાત યાદ આવી. નાનકડી પણ ખૂબ જરૂરી અને અનુસરવા જેવી છે એટલે અહીં લખવાનું મન થયું.

મોટે ભાગે આપણે દૂધની થેલીના ખૂણા પર ત્રિકોણાકારે એ રીતે કટ મૂકતા હોઈએ છીએ કે જેથી એટલો ટુકડો કપાઈને છૂટો પડી જાય. આવું ન કરવા માટેનું કારણ કહું?

બેંગલુરુમાં એક બહેન આ માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. એકલા બેંગલુરુમાં રોજની ૫૦ લાખ દૂધની થેલીઓનો વપરાશ છે. સામાન્ય રીતે આ પ્લાસ્ટિકની થેલીઓ કચરામાંથી વીણી લઈને એનું રિ-સાયકલિંગ થતું હોય છે. પણ જે ટુકડો આ પ્રકારે થેલીને કાપવાથી છૂટો પડે છે એ ખૂબ જ નાની સાઈઝનો હોઈને એને રિ-સાયકલ કરી શકાતો નથી.

વિચારો.. આવા ૫૦ લાખ ટુકડા અને એ ય એકલા બેંગલુરુમાં! આખા દેશનું ગણીએ તો કેટલું પ્લાસ્ટિક રિ-સાયકલ થયા વિનાનું રહે?! આ પ્લાસ્ટિક ૪૦૦ થી ૬૦૦ વર્ષ સુધી નાશ નથી પામતું.

આપણે દૂધની થેલીને એવી રીતે પણ કાપી શકીએ કે જેથી આ ટુકડો એની સાથે જોડાયેલો જ રહે. અને હા, તો ય થેલીમાંથી દૂધ સરળતાથી અને ઢોળાયા વગર નીકળે જ છે હોં! પર્યાવરણને આમ પણ બચાવી શકાય….સોર્સ. વાઇરલ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •