એલિસબ્રીજ જીમખાના અને પ્રિન્ટબોક્સ પબ્લિકેશન્સના સંયુક્ત ઉપક્રમે પાર્થિવી અધ્યારુ શાહ લિખિત પુસ્તકો ‘તું અને હું ‘ – એક અંતરંગ અનુભૂતિ તથા ‘સરયૂ’ – સ્નેહની સૂરીલી સરવાણી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

એલિસબ્રીજ જીમખાના અને પ્રિન્ટબોક્સ પબ્લિકેશન્સના સંયુક્ત ઉપક્રમે
પાર્થિવી અધ્યારુ શાહ
લિખિત પુસ્તકો
‘તું અને હું ‘ – એક અંતરંગ અનુભૂતિ તથા
‘સરયૂ’ – સ્નેહની સૂરીલી સરવાણી

આ બંને પુસ્તકોનાં વિમોચનનો
ઉત્સવ ઉજવાશે .
આપ સૌને આ ઉત્સવની ઉજવણીમાં સહભાગી થવાનું ખુશીમઢ્યું નિમંત્રણ છે .

સમય : સાંજે ૫.૦૦
૮ ઓક્ટોબર , ૨૦૧૯
મંગળવારના રોજ ભૂતપૂર્વ કુલપતિ ( ગુજ. યુનિ .) ડો. શ્રી નરેશભાઈ વેદના વરદ હસ્તે પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવશે અને તેઓ ‘ ગુજરાતી ભાષાની આશા ; જનરેશન નેક્સ્ટની આગવી પરિભાષા ‘
જેવાં બહુચર્ચિત વિષય પર તેમનું વ્યક્તવ્ય આપશે . આ સાથે આપણા જાણીતા કવિશ્રી તેજસ દવે કાર્યક્રમનું સંચાલન કરશે અને જાણીતા લેખિકા તથા પત્રકાર શ્રીમતી સુધાબહેન ભટ્ટ સંસ્મરણોને વાગોળશે . ગુજરાતી રંગમંચના લોકપ્રિય કલાકાર અને દિગ્દર્શક
શ્રી નિસર્ગ ત્રિવેદી અને જાણીતા લેખિકા ડો . અલ્પા શાહ ‘તું અને હું ‘ ના સંવાદનો આસ્વાદ કરાવશે .

તો , શબ્દોના સથવારે અને પંક્તિના પ્રવાહે આપણે સૌ મળીએ વિજયાદશમીની સમી સાંજે ,એલિસબ્રીજ જીમખાનાને આંગણે !

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •