🔔 *નિરાળુ ને હૂંફાળુ પ્રજા ગૃપ !*નિલેશ ધોળકિયા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સોશીયલ મીડિયાના યુગમાં આદાન+પ્રદાન પ્રક્રિયા અંતર્ગત આનંદ/ખુશી કે મદદની આપ-લે ખાતર આપણે સૈા કોઈને કોઈ રીતે WhtasApp ગૃપમાં સંલગ્ન હોઈશું જ.

આવા જ સોશીયલ મીડિયાના વોટસએપ ગૃપ *ફ્રેન્ડ્સ પ્રજા* જૂથમાં, રાષ્ટ્રીય તથા આંતરાષ્ટ્રીય કક્ષાએ સ્થિત અને વિવિધ મુકામે કાર્યરત્ ત્થા નીવડેલા સજ્જનો + સન્નારીઓ સામેલ છે જેઓ સમાજમાં ઉત્કૃષ્ઠ રચનાત્મકતા ઉપરાંત જરૂરી પ્રવૃત્તિઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, વસ્ત્ર દાન, અન્ન દાન, કુદરતી આપત્તિ સમયે એક થઈ રાષ્ટ્ર નિર્માણમાં ઋણ ચૂકવે છે. આ ઉપરાંત જન્મદિવસ, નવરાત્રી તથા દિવાળી, ધૂળેટીની ઉજવણી પણ અંધજન મંડળ, અપંગ માનવ મંડળ ખાતે કરી ઉમદા નવતર પ્રયોગો કરે છે.

સમાજસેવી, કલાકારો, મીડીયા સાથે સંકળાયેલા જીવો, ડોક્ટર, એન્જીનીયર, બિલ્ડર, સાહિત્યકાર, વકીલ, મેક અપ આર્ટિસ્ટ, વેપારી, ઉદ્યોગપતિ, શિક્ષકો, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, ફાયનાન્સર, વાસ્તુશાસ્ત્રી, હોટેલ – રેસ્ટોરન્ટ – રિસોર્ટના સ્વામિ, સ્વાસ્થ્ય ને પરિવાર કલ્યાણ કર્મી ઉપરાંત ગૃહિણી જેવા વિવિધ સ્તરના ઝુંડથી સુશોભિત *FPG* ના ટૂંકા રૂપે ઓળખાતા આ WA સમૂહમાં ૨૭થી ૭૭ની વૈચારિક જુવાન વયના લોકોમાં કોઈ ભાઈ બહેન, આંટી અંકલ, મેડમ સાહેબ કે નાના મોટા નથી : સૈા માત્ર દોસ્તો, સહિયરો, શુભચિંતકો ને સ્નેહ + સ્મિત + ભાવના + મમતાની અમી લાગણીથી તરબતર ટીખળી, મજાકિયા એવા ઉત્સવપ્રેમી આત્માઓ છે. સૌ મેમ્બર્સ સુખ-દુઃખના પ્રસંગે કે કોઈ પણ સહારાની જરૂર હોય ત્યારે ખડેપગે, સતત હાજર રહી પરસ્પર ઉપયોગી થઈ પડે છે !

તા. ૮/૧૦/૨૦૧૩ ના રોજ સર્જાયેલ *ફ્રેન્ડ્સ પ્રજા વોટસએપ ગૃપ* સફળતા પૂર્વક ૬ વર્ષ પૂરા કરે છે એ નિમિત્તે સહુ સદસ્યોને હેતાળ તાંતણે જોડી રાખનાર “ફ્રેન્ડઝ પ્રજા ગૃપ”ના સંચાલકો Admins _શ્રી પ્રજા (=પ્રકાશ જાડાવાલા) અને શ્રી આલાપ શાહ_ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

સ્તુત્ય કાર્યો પ્રતિ શુભાશિષ વરસાવનાર તમામ પવિત્ર કાળજાને નિલેશ ધોળકીયાના વંદન, સ્પંદન, અભિનંદન ! 👍🌹🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •