આજે આપણા ગાંધી બાપુ ની જન્મજયંતી છે પણ સાથે સાથે લાલબહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ છે. પણ ભુલાયેલી.-હિતેશ રાયચુરા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આજે આપણા ગાંધી બાપુ ની જન્મજયંતી છે અને સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીજી ની પણ જન્મજયંતિ છે પણ સરકારી ચોપડે કે નેતાઓ ના હિસાબે આજે માત્ર ગાંધીજી ની જન્મજયંતી જ છે કેમ કે ક્યાય પણ લાલ બહાદુર શાસ્ત્રીજી નો ઉલ્લેખ છાપા માં કે કોઈ નેતા ના નિવેદન માં મને તો જોવા ના મળ્યો એ દુખદ છે…
માન્યું કે સર્વપ્રથમ બાપુ ને માન આપવું જ જોઈએ પણ સાથે શાસ્ત્રીજી ને યાદ કરી લ્યે તો સોના માં સુગંધ ભળી જાય પણ આજકાલ ના સ્વાર્થી નેતાઓ ને જેમાં વોટબેંક દેખાય ત્યાં જ લાળ ટપકાવે બાકી બધા ગયા તેલ લેવા એવો જ અભિગમ છે…
અને બાપુ ને માન સન્માન પણ આજે એક દિવસ પૂરતું જ મળે છે ને ???
આજનો કયો નેતા બાપુ ના સિધ્ધાંતને કે એમની શિખામણને અનુસરે છે કહો જોઈએ ???
ગાંધીજી ની જન્મજયંતિ પ્રસંગે માત્ર કરોળિયા ના ઘર વિખાય છે જે બાપુ ના ફોટા આસપાસ આખા વર્ષ દરમિયાન બનેલા હોય છે એવું કહેવું અતિશયોક્તિ ના ગણાય હે ને ???
શાસ્ત્રીજી પાસેથી આજના નેતાઓ ને ઘણું શીખવાનું છે જો શીખે તો…
શાસ્ત્રીજી એ પોતાની માતા ને પણ નહોતું કીધું કે પોતે રેલ મંત્રી છે…
એક વાર એક કાર્યક્ર્મ માં એમના માતાજી આવ્યા ત્યારે એમને લોકોને એવું કહ્યું હતું કે મારો દીકરો પણ રેલ્વે માં છે ત્યારે કોઈ આયોજકે નામ પૂછ્યું તો એમને કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રી તો પેલા ભાઈ ને ખોટું લાગ્યું એટ્લે કન્ફર્મ કરવા શાસ્ત્રીજી ને પૂછ્યું કે આ તમારા માતાજી છે ???
ત્યારે શાસ્ત્રીજી એ હા કહી અને પછી માતાજી ને ઘેર મોકલી દીધા હતા ત્યારે પેલા ભાઈએ પૂછ્યું કે તમે માતાજી ને પણ કેમ નથી કીધું કે તમે રેલ મંત્રી છો ??
ત્યારે શાસ્ત્રીજી કહે છે કે આવું કહું તો ભલામણ નો ધોધ આવવા લાગે અને હું એવું હરગિજ નથી ઈચ્છતો !!!
આવા મહાન હતા પેલા ના નેતાઓ અને આજના ૨ કોડી ની વેલ્યૂ જેવા ગુંડા છાપ નેતાઓ તો જનતા ના કરોડો રૂપિયા ખર્ચી ને રોજ જાહેરાતો આપશે અને મોટા અક્ષરે પોતાનું પદ લખશે અને એમના ઘરવાળા થી માંડી ને એમના ઘર ના ડ્રાઈવર પણ એ નેતા ના પદ નો દુરુપયોગ કરશે અને કરોડો ની કટકી કરશે !!!
ખરેખર તો બાળકો ને અભ્યાસક્રમ માં આવા કિસ્સાઓ ભણાવા જોઈએ જેથી કરી ને એમને આવા બનવાની પ્રેરણા મળે પણ એના બદલે આજે બાળકો ને એવું ભણાવવા માં આવે છે કે…
ભારત માં જે ટેકનોલોજી હતી એ દુનિયા ના એકેય દેશ માં નહતી.
1.ભારત જ એવો દેશ છે જ્યાં મનુષ્ય ના ધડ પર હાથી નું માથું જોડવામાં આવ્યું…..
2.ભારત જ એવો દેશ છે જ્યાં મુખ,ભુજા,જાંઘ અને પગ થી છોકરાઓ પેદા કરવામાં આવતા…એ પણ એકલા પુરુષ દ્વારા….
3.ભારત જ એવો દેશ છે જ્યાં હનુમાન સૂરજ ગળી ગયો તો બીજા દેશ ના લોકો ને ખબર જ ન પડી…
4.ભારત જ એવો દેશ છે જ્યાં ઉંદર,પક્ષીઓ અને સિંહ ની સવારી ઓ થતી…
5.ભારત જ એવો દેશ છે જ્યાં શરીર ના મેલ થી વિશેષ ટેકનોલોજી વડે બાળકો પેદા કરવામાં આવતા…
6.ભારત જ એવો દેશ છે જ્યાં રામ નો પથ્થર પાણી માં તરતો અને કૃષ્ણ નો દડો પાણી માં ડૂબી જતો….
7.ભારત જ એવો દેશ છે જ્યાં ભાલુઓ અને વાંદરાઓ ભણેલા હતા અને લખી પણ શકતા….
હવે વિચારો આવું શિક્ષણ અપાતું હોય ત્યાં ગાંધીજી/ શાસ્ત્રીજી/વૈજ્ઞાનિકો પેદા થાય કે અંધભકતો કે ગુલામો અને બાવાઓ..??? – હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •