રાજપીપળામાં વિવિધ શેરીઓમાં બાલિકા ગરબા મહોત્સવનું આયોજન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપળામાં વિવિધ શેરીઓમાં બાલિકા ગરબા મહોત્સવનું આયોજન.
કાઠીયાવાડ, વિશ્વકર્મા મંદિર તથા સોસાયટીમાં ની બાલિકાઓ માટે ગવાતા ગરબામાં નાનકડી બાલિકાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘુમતી નજરે પડે છે.
પરીક્ષા નજીક આવતા હોય મોડી રાત સુધી ઉજાગરા કરવા ના પડે તે માટે પહેલા રમાડતા ગરબા રાજપીપળા માં ધૂમ મચાવે છે.
રાજપીપળા, તા. 1
સંસ્કારી નગરી રાજપીપળામાં રંગેચંગે નવરાત્રી પર્વનો ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. જેમાં ખાસ કરીને નગરની વિવિધ શેરીઓમાં બાલિકાઓ માટે ખાસ બાલિકા ગરબા મહોત્સવનું આયોજન થયું છે. દર વર્ષે કાઠિયાવાડના આયોજકો પોતાની નહીં જ શેરીમાં દીકરીઓ માટે બાલિકા ગરબાનું આયોજન થાય છે. આ વર્ષે કાઠીયાવાડ ઉપરાંત વિશ્વકર્મા મંદિર તથા અન્ય સોસાયટી માં ની બાલિકાઓ માટે ગવાતા ગરબામાં નાનકડી બાલિકાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘુમતી નજરે પડે છે. હાલ શાળાઓમાં પરીક્ષા નજીક આવતા હોય મળી રાત સુધી ઉજાગરા ન કરવા પડે તે માટે વહેલા રમાડતા ગરબા રાજપીપળામાં ધૂમ મચાવે છે. નાનકડી બાલિકાઓ સરસ ગરબા રમતા જોવા મળે છે એ બતાવે છે, કે ગુજરાતનું ગરબા ધન ગુજરાત નો લોહીમાં જ નાનપણથી વણાયેલું હોય છે. બાલિકા ગરબા મહોત્સવમાં જુદી જુદી કેટેગરી પ્રમાણે ગરબા તેમને લહાણીના અપાઈ રહ્યા છે.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •