🔴આવતી કાલથી (29/09/2019)આસો નવરાત્રિ શરૂ થાય છે. ઘટ સ્થાપના માટે શુભ મુહુર્ત નીચે પ્રમાણેના સમય મા કરવુ.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*🔴આવતી કાલથી (29/09/2019)આસો નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. ઘટ સ્થાપના માટે શુભ મુહુર્ત નીચે પ્રમાણેના સમય મા કરવુ.*
– ચેતન જોષી(માલપુર)

ચલ – સવારે 7.48થી 9.18 સુધી
લાભ – સવારે 9.18થી 10.47 સુધી
અમૃત – સવારે 10.47થી 12.17 સુધી
શુભ – બપોરે 13.27 થી 15.16 સુધી

સાંજે 18.15થી 19.46 સુધી શુભ છે.

રાત્રે જો અમૃત ચોઘડિયામાં સ્થાપના કરવા માંગો છો તો એ માટે 19.46થી 21.16 સુધીનો સમય ઠીક છે.

*આપ નીચે મુજબ સરળ વિધિ કરી શકો છો*
સૌ પ્રથમ એક બાજટ પર પવિત્ર સ્થાનની માટીથી બનાવેલ કળશ અથવા તમારી શક્તિ મુજબ બનાવેલ સોના, તાંબા કળશને સ્થાપિત કરો તેમા જવ, ઘઉં નાખો અને તેને બાજટ પર વિધિપૂર્વક સ્થાપિત કરો. કળશ પર સોના, ચાદી, તાંબા, માટી, પત્થર કે માતાજીના ફોટાની સ્થાપના કરો. મૂર્તિ જો કાચી માટી અથવા કાગળની હોય તો સ્નાન વગેરેથી તે ખરાબ જાય તેમ હોય તો તેની પર કાચ લગાવી દો. મૂર્તિ ન હોય મૂર્તિ ન હોય તો બાજોઠની વચ્ચે ગરબાની સ્થાપના કરો, તેમાં અખંડ જ્યોત રહે તે રીતે દીવાની વ્યવસ્થા કરો, કારણ કે આ જ્યોત ને આપણા શાસ્ત્રોમાં મહાશક્તિ નું પ્રતિક માનીને પૂજન કરવાનું વિધાન છે. આ ગરબા પછળની ભીંત પર સ્વસ્તિક કરો. ગરબા પર ફૂલ, કંકુ, ચોખા ચઢાવો.

નવરાત્રિ વ્રતની શરૂઆતમાં સ્વસ્તિક વાંચન, શાંતિપાઠ કરીને સંકલ્પ કરો. સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરી માતૃકા, લોકપાલ, નવગ્રહ તથા વરૂણનું સવિધિ પૂજન કરો. માતાની આરાધના અનુષ્ઠાનમાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા અને માર્કળ્ડેયપુરાણાંતર્ગતવાળો શ્રી દુર્ગાનો પાઠ નવ દિવસ સુધી કરવો જોઈએ..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •