સૌરાષ્ટ્ર ના બિઝનેસ નાયકોની ગાથા – બુક લોન્ચ

સમાચાર બિઝનેસ વિશેષ

સૌરાષ્ટ્ર ના બિઝનેસ નાયકોની ગાથા જેમાં તેઓના શિખરે પહાંચવાના સફર અને તેમાં આવેલા અવરોધોને ખુબજ રસપ્રદ અને પારદર્શકતાથી સાંકળવામાં આવ્યા છે. આ પુસ્તક અંતર્ગત જાણીતા લેખક અને બિઝનેસ કોચ અસ્લમ ચારણીયા દ્વારા આ બિઝનેસ સાથે સંકળાયેલ લોકોના ઇન્ટરવ્યૂ કરી અને તેને સ્ટોરી સ્વરૂપે સંકલિત કરવામાં આવેલ છે. આ પુસ્તકનો લોન્ચ 25 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે કરવામાં આવશે અને તેમાં અનેક જાણીતા બિઝનેસમેન અને હસ્તીઓ જોડાશે

આ બુકલોંન્ચ માટે સુરતથી તેઓની ટિમ રાજકોટ ખાતે આવી ચૂકી છે અને અમદાવાદ તથા ગુજરાતના અનેક સ્થળોએથી આ ઇવેન્ટમાં લોકો હાજર થઇ રહ્યા છે. આ બુક લોન્ચ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ) પધારશે. આ પુસ્તક લોન્ચ બાદ એમેઝોન અને અન્ય પોર્ટલ ઉપર પણ ઉપલબ્ધ થશે અને નવભારત પ્રકાશન દ્વારા હાર્ડ કોપી પુસ્તક પણ ઉપલબ્ધ રહેશે, આ ઇવેન્ટ રાજકોટમાં રાખવામાં આવેલી છે.

ટૂંક સમયમાં તેઓનું વેબ પોર્ટલ ( www.BusinessStories.Online) પણ લોન્ચ થઇ રહ્યું છે જે અમદાવાદ સ્થિત વિઝન ઇનકોર્પના સહિયોગથી બનાવામાં આવ્યું છે. આ પોર્ટલમાં આપ સૌરાષ્ટ્ર , સુરત, હૈદરાબાદ વગેરે એડિશન્સની સ્ટોરીના ઓવરવ્યૂ જોઈ શકશો.

આ પુસ્તકના લેખક શ્રી અસ્લમ ચારણિયા છેલ્લા ઘણા સમય થી ગ્રોથ કન્સલ્ટિંગ અને SME ડેવલપમેન્ટ માટે કાર્યરત છે , તેઓ સુરતમાં માસ્ટરમાઈન્ડ કન્સલ્ટન્સી દ્વારા અનેક કંપનીઓને પોતાના જ્ઞાનનો લાભ આપી અને તેઓના વ્યવસાયિક ક્ષેત્રમાં આગળ લાવવા પ્રયત્નશીલ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •