અમદાવાદ શહેરમાં વિવિધતા માં એકતા સમાન “ કાંઝ ફ્લેગશીપ સ્ટુડીઓ” નવું નઝરાણું બની રહેશે .

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદ શહેરમાં વિવિધતા માં એકતા સમાન “ કાંઝ ફ્લેગશીપ સ્ટુડીઓ” નવું નઝરાણું બની રહેશે .

અંધજન મંડળ ની બાલિકાઓ દ્વારા ઉદઘાટન. . જાણીતા સેલીબ્રીટીસ ની હાજરીમાં કરાયું

અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ વિસ્તાર બોડકદેવમાં કાર્તિકા શેઠ દ્વારા વિવિધતા માં એકતા સમાન “ કાંઝ ફ્લેગશીપ સ્ટુડીઓ” નું નવું નઝરાણું પ્રસ્તુત કરાયુ છે.
તા. ૨૧/૯/૨૦૧૯ ના રોજ “ કાંઝ ફ્લેગશીપ સ્ટુડીઓ” નો પ્રારંભ થયો છે ઉપરોક્ત સ્ટુડીઓની ખાસ વિશેષતાઓ એ છે કે “ કાંઝ ફ્લેગશીપ સ્ટુડીઓ” નું ઉદઘાટન અમદાવાદ ના અંધજન મંડળ ની દશ બાલિકાઓના કર કમળો દ્વારા કરવામાં આવ્યું છે. ઉદઘાટન પ્રસંગે ગુજરાતી ચલચિત્ર ની ખ્યાતનામ અભિનેત્રીઓ કિંજલ રાજપ્રિયા, આરોહી પટેલ, ભક્તિ ફુલાવત, કનેક્ટ વીમેન એન્ટરપ્રેન્યોર ગ્રુપના ફાઉન્ડર જલ્પા જોશીપુરા અને નાયિકા અગ્રવાલઅને હોટલ ગ્રાન્ડ ભગવતીના ડાયરેક્ટર શ્રીમતી સુનીતા સોમાની ખાસ આમંત્રિત મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે કાર્તિકા શેઠે જણાવ્યું હતું કે “ કાંઝ ફ્લેગશીપ સ્ટુડીઓ” માં અમદાવાદની ફેશન પ્રિય જનતા માટે ડીઝાઇનર ગાર્મેન્ટ્સ, બ્રાઇડલ વીયર, કીડ્ઝ વીયર, ઓકેશનલ વીયર, ફેશન જ્વેલરી અને એસેસરીઝ મહિલાઓ માટેના આકર્ષક પગરખા તથા આવી રહેલા નવલા નોરતા માટે વિશિષ્ટ ચાનીયાચોળી ઉપલબ્ધ હશે. તા. ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર ના રોજ સ્ટુડીઓ માં સવારે ૧૧ .૦૦ વાગ્યા થી રાત્રી ના ૮.૦૦ વાગ્યા સુંધી ઉપરોક્ત વસ્તુઓનું પણ પ્રદર્શન રાખવામમાં આવેલ છે. સાથે જ આવનારા તહેવારો નવરાત્રી અને દિવાળીને ધ્યાન માં રાખીને ખાસ કલેકશન પણ દરરોજ ઉપલબ્ધ રહેશે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •