*ટ્રાફિક ચલણના પૈસા કેન્દ્ર કે રાજ્ય? જાણો કોના ખાતામાં જાય છે* *અને ભારતથી પણ સખત છે દુનિયામાં અનેક દેશોમાં ટ્રાફિક રૂલ્સ છે*વિનોદ મેઘાણી.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*ટ્રાફિક ચલણના પૈસા કેન્દ્ર કે રાજ્ય? જાણો કોના ખાતામાં જાય છે*
*અને ભારતથી પણ સખત છે દુનિયામાં અનેક દેશોમાં ટ્રાફિક રૂલ્સ છે*
દેશના અલગ-અલગ રાજ્યોમાં જે ચલણ કાપવામાં આવી રહ્યા છે તેની રકમ આખરે કોના ખાતામાં જાય છે?

*ચાલો જાણીએ આ સવાલનો જવાબ સુરતમિત્ર દ્વારા*
*કોના ખાતામાં જાય છે ચલણની રાશિ?*
કોઈ રાજ્યમાં ટ્રાફિક પોલીસે કાપેલા ચલણથી મળનારી રકમ રાજ્ય સરકારના ખાતામાં જાય છે. ઉદાહરણ માટે જો તમારી કારનું ચલણ પટનામાં કપાયું છે. તો તેનાથી મળનારી રકમ બિહાર સરકારના પરિવહર મંત્રાલયના ખાતામાં જશે. અને જો તમે કેન્દ્ર શાસિત પ્રદેશમાં નિયમોનો ભંગ કરો છો અને ચલણ ભરો છો, તો તેની રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે.
*દિલ્હીના મામલામાં ચલણને લઈને નિયમમાં સામાન્ય ફેરફાર છે*
દિલ્હીની ટ્રાફિક પોલીસ કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે. જ્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઑથોરિટી દિલ્હી સરકાર માટે જવાબદાર હોય છે. ટ્રાફિક પોલીસ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઑથોરિટી, બંનેને દિલ્હીમાં ચલણ કાપવાનો અધિકાર છે.
*જો મામલો કોર્ટમાં પહોંચે તો*
જો મામલો કોર્ટમાં પહોંચે તો ચલણની રાશિ અદાલતમાં જમા થાય છે. આવા મામલામાં પણ રાશિ રાજ્ય સરકારને જ જાય છે. જો કે કેન્દ્ર શાસિત રાજ્યોમાં આ માપદંડ અલગ છે. જો ટ્રાફિક પોલીસ ચલણ કાપે તો આ રાશિ કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે. આવી જ રીતે જો સ્ટેટ ટ્રાંસપોર્ટ ઑથોરિટીએ ચલણ કાપ્યું છે તો આ રાશિ દિલ્હી સરકારના ખાતામાં જશે.
*જો નેશનલ હાઈવે પર ચલણ કાપવામાં આવે તો*
જો નેશનલ હાઈવે પર ચલણ કાપવામાં આવે કો આવી સ્થિતિમાં દંડની રાશિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચાઈ જાય છે અને જો સ્ટેટ હાઈવે પર ચલણ કાપવામાં આવે તો આ રાશિ રાજ્ય સરકારના ખાતામાં જાય છે.
******
*ભારતથી પણ સખત છે દુનિયામાં અનેક દેશોમાં ટ્રાફિક રૂલ્સ છે*
આજે પણ દુનિયામાં અનેક દેશો એવા છે જેમાં ટ્રાફિકના નિયમો તોડવા માટે ભારે દંડ કરવામાં આવે છેકેટલીક જગ્યાએ લોકો પર દંડ ભરવા માટે લોન સુદ્ધા લેવી પડે છે અથવા તો ક્રેડિટ કાર્ડથી દંડની ચુકવણી કરી શકે છે. અહીં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ એક મહીનાના પગાર કરતા પણ વધારે હોય છે. આવો જાણીએ તેવા કેટલાક દેશો વિશે…
*અમેરિકા*
અમેરિકામાં ટ્રાફિકના નિયમનો એટલા કડક હતા કે અહીં વાહન ચાલકોને એ સાઈન બોર્ડનું પણ સખતાઈથી પાલન કરવું પડે છે, જેને ભારતમાં નજરઅંદાજ કરી દેવામાં આવે છે. એટલે કે જો અમેરિકામાં જો રસ્તા પર રોકાવાનું સાઈન બોર્ડ લાગ્યું છે તો વાહન ચાલકે રોકવું અનિવાર્ય છે, ભલે રસ્તો આખો ખાલી હોય. વાહન ચાલક રોકાઈને રસ્તા પર બંને તરફ જોવું પડશે અને તે બાદ જ તે આગળ વધી શકે છે. જો ત્યાં રેડ લાઈટ છે તો રસ્તો આખો ખાલી હોવાના કારણે વાહન ચાલકને ગ્રીન લાઈટ થાય ત્યાં સુધી રાહ જોવી અનિવાર્ય છે.
*અમેરિકામાં દંડ*
સીટ બેલ્ટ વગર- 25 ડૉલર(18, 000 રૂપિયા)
લાઈસન્સ વગર- 1000 ડૉલર(72, 000 રૂપિયા)
હેલમેટ વગર-300 ડૉલર(22,000 રૂપિયા)
નશામાં ડ્રાઈવિંગ- ત્રણ મહિના માટે લાઈસન્સ કેન્સલ અને દંડ
ડ્રાઈવિંગ દરમિયાન ફોનનો ઉપયોગ-10 હજાર ડૉલર(7.23 લાખ રૂપિયા)
*સિંગાપુર*
અમેરિકાની જેમ સિંગાપુરમાં ટ્રાફિકના નિયમો એટલા સખત છે કે વાહન ચાલક ખુદ તમામ સિગ્નલ અને રોડ માર્કિંગનું પાલન કરે છે. ભારતની જેમ સિંગાપુરમાં વાહન ચાલકોને ઝિબ્રા ક્રૉસિંગ અને ટ્રાફિક લાઈટ્સનું પાલન કરાવવા માટે જગ્યાએ જગ્યાએ પોલીસ ઉભી નથી રહેતી.
*સિંગાપુરમાં દંડ*
સીટ બેલ્ટ વગર-8, 000 રૂપિયા
લાઈસન્સ વગર- 3 લાખ રૂપિયા
નશામાં ડ્રાઈવિંગ – 5000 ડૉલર અને 3 મહિનાની જેલ, બીજી વાર 7 લાખનો દંડ ફોનનો ઉપયોગ – 1, 000 ડૉલર અથવા તો 6 વર્ષની સજા
*રશિયા*
અહીં માત્ર ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પર્યાપ્ત નથી. તમારે તમારી ગાડી પણ સાફ અને સુંદર રાખવી જરૂરી છે. ગાડી ગંદી થવા પર અહીં 3000 રૂબલનું ચલણ કપાય છે. રેશ ડ્રાઈવિંગ અહીં ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે. ગાડીમાં બેઠેલા પ્રત્યેક વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવવો અનિવાર્ય છે. નશામાં ગાડી ચલાવવા પર 50 હજાર રૂબલનું ચલણ છે. સાથે જ 3 વર્ષ માટે ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.
*દુબઈ*
રશિયાની જેમ અહીં પણ ગાડી ગંદી હોય તો ભારે દંડ ભરવો પડી શકે છે. અહીં તૂટેલી કે ક્ષતિ ગ્રસ્ત ગાડીઓ પણ લાંબા સમય સુધી નથી રાખી શકાતી. એવું કરો તો તેને ભંગારમાં મોકલી દેવામાં આવે છે.
*ભૂટાન*
ભલે આ દેશ ઘણા મામલે ભારત કરતા પાછળ હોય પરંતુ ટ્રાફિકના નિયમોના પાલનમાં તે આપણા કરતા ઘણો આગળ છે. ભૂટાનમાં ટ્રાફિક સિગ્નલ વગર પર ટ્રાફિક સારી રીતે ચાલે છે. જ્યાં લેન ડ્રાઈવિંગનું પણ પાલન કરવામાં આવે છે.
*તાઈવાન*
ભારતથી ઘણો નાનો આ દેશ લગભગ દરેક મામલામાં ભારતથી પાછળ છે. તાઈવાન, ક્યારેક ચીનનો ભાગ હતું. અહીં નશામાં ગાડી ચલાવો તો 4 લાખ સુધીનો દંડ કરવામાં આવે છે.

TejGujarati