આમ એકીશ્વાસે ગડગડાટ ઉતરું તો હૈયું ખૂણામાં પડી રહેલ હુક્કો થયા કરે રોજ ઉતરું હું અખાડામાં શબ્દોના ને તેની ઘેલછા જોરદાર મુક્કો થયા કરે- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

સૂર્યની કિરણે તો રાતના અંધકારે
પડછાયો રોજ લાંબો – ટૂંકો થયા કરે

ચલકચલાણું રમતો સમય વાંકોચુકો થયા કરે
ઉગતો ક્યારોય સૂક્કો થયા કરે

યાદોમાં રોજ સરવાળા-બાદબાકી
ભીંસુ હથેળીમાંતો ભૂક્કો થયા કરે

આમ એકીશ્વાસે ગડગડાટ ઉતરું તો
હૈયું ખૂણામાં પડી રહેલ હુક્કો થયા કરે

રોજ ઉતરું હું અખાડામાં શબ્દોના
ને તેની ઘેલછા જોરદાર મુક્કો થયા કરે

‘પ્રસુન’ ચાલી નીકળ્યો એટલું આગળ લાગણીમાં
વાતવાતમાં તું કવિતાનો તુક્કો થયા કરે……

— જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •