વિકાસની જીએસટી સિસ્ટમની આડમાં આજે ભારત દેશ વેન્ટિલેટર ઉપર વિકાસ ન થતાં ઓક્સિજન પર જીવનમરણની પથારીએ પહોંચી ગયું. – પ્રશાંત ભટ્ટ. કચ્છ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વિકાસની જીએસટી સિસ્ટમની આડમાં સુરત ટેક્સટાઈલ્સ ઉદ્યોગ,હીરાઉધોગ, મોરબી સ્થિત સિરામિક ઉદ્યોગ ઠપ થતાં ગાંધીધામ જે વુડ(લાકડાં) ઉદ્યોગનું આખા ભારત દેશમાં માર્કેટ હબ ગણાતું તે આજ બંધ થવાનાં વેન્ટિલેટર ઉપર વિકાસ ન થતાં ઓક્સિજન પર જીવનમરણ ની પથારીએ પહોંચી ગયું.

જીએસટી બાદ કચ્છમાં વારંવાર સરકારની મેલી શંકાની દ્રષ્ટિએ ઇનકમ ટેક્સ, જીએસટી,પોલ્યુશન જેવી સરકારી પ્રશાસનોનાં ડરથી બચવા અહીંના પ્લાયવુડનાં કારખાનાઓને માલિકો ઉપર સરકાર દબાણ લાવી મલાઈની રકમો નક્કી કરી ભ્રષ્ટાચારનો વ્યાપાર આ સરકારે શરૂ કરી ઉદ્યોગપતિઓ,નાના વેપારીઓને આર્થિક નબળા કરી ઉત્પાદન કરતાં એકમોને બંધ કરવામાં મજબુર કરી રહ્યાં છે.

જીએસટી સિસ્ટમને બહુમૂલ્ય ગણાવતાં સરકારને સમર્થન આપી બહુ વાહવાહી કરી જનતામાં મોટો વિકાસનો હાવ ઉભો કરી બે મોઢે વખાણ કરતાં હતાં. જેની વિપરીત પરિસ્થિતિ તમારી સામે જ દેખાય છે.

જો સરકારની ઉદ્યોગ નીતિમાં જો રાહતની જોગવાઈ થાય તો જ ઉદ્યોગપતિઓ, નાના વેપારીઓ કે બજારમાં વધતી મોંઘવારી પર કાબુ લઈ ગુજરાત રાજ્યને બેઠું કરી શકાય.તેવી લોકોમાં ચર્ચાઓએ વાયુવેગે જાગૃતતા આવી રહી છે.

યાદ રહે ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સાથે હીરાઉધોગ,સીરામીક ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર,પ્લાયવુડ ઉદ્યોગો બંધ થવાની તૈયારીમાં છે.

Please send your newson 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •