ઑલ ઑવર અમદાવાદ સિનીયર સિટીઝન્સ કેરમ ટુર્નામેન્ટની ફાઈનલ સ્પોર્ટસ ક્લબમાં યોજાઈ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

કર્મા ફાઉન્ડેશન ના સહારા ઈનીશ્યેટીવના પ્રેસિડેન્ટ વિરાજબેન પટેલ દ્વારા સંચાલિત ઑલ ઑવર અમદાવાદ સિનીયર સિટીઝન્સ કેરમ ટુર્નામેન્ટની ફાઈનલ સ્પોર્ટસ ક્લબમાં યોજાઈ.
સિનીયર સિટીઝન્સ (૬૦ વર્ષ થી વધુ) માટે આવી ઑપન ફોર ઑલ ટૂર્નામેન્ટ સૌ પ્રથમવાર આયોજિત કરવામાં આવી હતી.. આ સ્પર્ધામાં ૮૦ જેટલા વડીલોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. અને તેમાંથી ૮ વડીલો વચ્ચે ફાઈનલ રમાઈ હતી…દરેક વડીલની ખુશી અવર્ણનીય હતી..સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય પ્રાઈઝ અને ટ્રોફી આપવામાં આવ્યાં. અને ભાગ લેનાર તમામને ગીફ્ટ તેમજ પાર્ટીસીપેન્ટસ સર્ટિફીકેટસ પણ આપવામાં આવ્યા હતા. આ આખી ઈવેન્ટ વડીલો માટે તેમને ખુશી આપવા માટે આયોજિત કરાઈ હતી..
પ્રોજેક્ટ હેડ મૃગેશભાઈ મહેતા જણાવે છે કે આ સ્પર્ધામાં શ્રી હર્ષદભાઈ દવે પ્રથમ, શ્રીમતી દક્ષાબેન દવે દ્વિતીય અને શ્રી હરિદાસ દેસાણી તેમજ શ્રી હસમુખભાઈ રાવલ તૃતિય ક્રમે વિજેતા બન્યા છે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •