“Tiktok” શિક્ષક. કોન બનેગા કરોડપતિમાં. – હિતેશ રાયચુરા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગઇકાલ ના “કોન બનેગા કરોડપતિ “ના એપિસોડમાં ગ્રેટર નોઇડાના દિપીકાબેન શર્મા નામના ગણિતના શિક્ષક [ એમને શિક્ષક કહેવા કે નહીં એ ગડમથલ છે ] ને માત્ર એટલું પુછવામાં આવ્યું હતું કે 10,000 પૈસા મતલબ કેટલા રૂપિયા થાય ? એમાં પણ 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા તો પણ એ બેન જવાબ ના આપી શક્યા અને લાઈફલાઇન ની મદદ લીધી એ જોઈ ને બાળકો ની આવતીકાલ કેવી હશે એ વિષે ચિંતા થાવા લાગી છે…
પાછી દુખ ની વાત એ હતી કે એ બેન નો મુખ્ય વિષય જ ગણિત હતો…
અને પાછા એ બેન ગર્વ થી કહેતા હતા કે મે ૨૫૦ જેટલા TIKTOK ના વિડિયો બનાવ્યા છે અને શાળા એ પણ છોકરવ સાથે વિડીયો બનાવું છું.
આ સ્થિતિ આ એક બેનની જ નથી પણ ૯૦% શિક્ષકો ની છે એમ કહી શકાય…
હમણાં જ બીજેપી ના મંત્રી રાદડિયા સાહેબ ની કોલેજ માં સામૂહિક કોપિકેસ નો મામલો બહાર આવ્યો એમ લગભગ ઘણી જગ્યા એ માથે રહી ને નબળા વિધ્યાર્થી ને પાસ કરાવીને નોકરીએ લગાડી દેવાય છે, અને બીજું શાળા જેમની હોય એ માલિક મોટા ભાગે પોતાની જ્ઞાતિ ના જ લોકો ને શિક્ષક તરીકે લ્યે છે અને કાબેલિયત ને બાજુ માં મૂકી દયે છે.
મારો બાબો શહેર ની નામના ધરાવતી શાળા માં ભણે છે પણ હમેશા કહે છે કે સ્કૂલ સારી છે પણ અમુક ટીચરો જાણે ગૌશાળા માં ઢોર ચરાવવા ના આવ્યા હોય એવું વર્તન કરે છે અને ફરિયાદ કરવા છતાં કાઇ પગલાં નથી લેવાતા…
ટીચર ની સાથેસાથે માં બાપ પણ છોકરાવ ના ભણતર કરતાં વધુ આવા TIKTOK માં ધ્યાન આપતા થઈ ગયા છે જે બરબાદી તરફ નો રસ્તો છે.
એક ટુચકો કહું …
એક છોકરાને ૧૦ મી કક્ષામાં બોર્ડની પરિક્ષામાં ૯૫% માર્કસ આવ્યા..
આચાર્ય તેને મંચ ઉપર લઈ ગયા અને કંહ્યુ કે બેટા તારી સફળતાનું રહસ્ય આ બીજા બાળકોને બતાવ.
જવાબમાં છોકરાએ કંહ્યુ કે મને ૯ મી કક્ષામાં માત્ર ૭૨% માર્કસ જ મળ્યા હતાં, પરંતુ ત્યાર બાદ હું જયારે ૧૦ મી કક્ષામાં આવ્યો તો મારા પપ્પા બે સ્માર્ટ એંડ્રોઇડ ફોન લાવ્યા…
એક પોતે રાખ્યો અને બીજો મમ્મીને આપ્યો..
બન્ને જણ કલાકો સુધી વોટસ-અપ અને ફેઇસ બુક ઉપર બીઝી રહેતાં હતાં જેથી ઘર મા શાન્તિ પુર્ણ વાતાવારણ રહેતું હતુ જેને કારણે હું અભ્યાસમાં પુરતું ધ્યાન આપી શક્યો..!!!! – હિતેશ રાઈચુરા.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •