અમદાવાદમાં યુવાઓએ સિગ્નલ પર ઉભા રહેતા નિઃસહાય ભૂલકાઓને ઉત્તમ હોટેલમાં જમાડ્યા.- સંજીવ રાજપુત.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

દરેક વ્યક્તિના હૃદયમાં માનવતું ફૂલ મહેકતું જ હોય છે પરંતુ તે તેના અનુરૂપ સમય અને સમજ સાથે ક્યારે એક ઉમદા કાર્ય કરી જાય છે તે તો કાર્યની પૂર્ણાહુતિના અંતે એક રાહત ના શ્વાસ રૂપે આત્માને મળ્યા સંતોષ રૂપે જોવા મળે છે. શ્રાવણ પુર્ણ થયો અને પૂર્ણ થયા પછીનો દિવસ યાદગાર બનાવવા માટે અમદાવાદ શહેરના યુવાઓ દ્વારા સિગ્નલ પર ઉભા રહેતા નિઃસહાય બાળકોને મણિનગર ની ઉત્તમ રેસ્ટોરન્ટમાં ભોજન કરાવી તેમજ તેમને ભેટ સોગાદ આપી મદદ કરવાનો સોનેરી અવસર પ્રાપ્ત કરી માનવતાને મહેકાવી હતી. માસુમ ભૂલકાઓ પર નિષવાર્થ હાસ્ય અને આનંદ ઘણું બધું કહી જાય છે. શહેરના આ યુવાઓ દ્વારા આવા માનવતા ભરેલ કરેલ કાર્ય દ્વારા એ તો જોવા મળી રહ્યું છે કે દેશનું ભવિષ્ય ખરેખર આ યુવાઓને હાથમાં છે અને ભારત વિકાસ સાથે હંમેશા પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. યુવાઓના આ ઉત્તમ કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન..

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •