રાજપીપળામાં સૌભાગ્યવતી મહિલાઓ એ આવતીકાલે રવિવારે પોતાના પતિની મંગલ્ય સુખ માટે કેવડાત્રીજનુ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન કરશે.: જ્યોતિ જગતાપ, રાજપીપળા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

રાજપીપળામાં કેવડાત્રીજની પૂર્વસંધ્યાએ પૂજાનો સામાન વનસ્પતિના પાન અને કેવડા ધૂમ ખરીદી કરતી મહિલાઓની બજારમાં ભારે ભીડ.નર્મદા માં આવતીકાલે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના માંગલ્ય સુખ માટે કેવડાત્રીજનુ વ્રત પૂજન બહારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરશે કેવડાત્રીજ ના દિવસે રાજેન્દ્ર સોસાયટીમાં દુર્ગામંદિર સહિત વિવિધ મંદિરોમાં મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓ પૂજન પૂજાની થાળી તથા પૂજાનો સામાન લઈને વિવિધ પ્રકારની વનસ્પતિઓ માં ફળો, વિવિધ વનસ્પતિના પાન તેમજ કેવડાના ફૂલ થી ભગવાન શંકરના માટીના શિવલિંગ બનાવી તેની પૂજા કરી કેવડાત્રીજનુ વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરશે જેની આજે મહિલાઓએ તાડવ તૈયારીઓ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેવડા શિવજીને પ્રિય હોવાથી કેવડાત્રીજ ના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ કેવડત્રીજ નું પૂજન ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક કરે છે. પાર્વતીજી ભૂલથી કેવડા ચડી ગયા હોવાથી ત્યાંથી કેવડાનું પૂજ ની પ્રાર્થના ચાલતી આવે છે. આ વ્રત કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે છે આ વ્રત કરવાથી પોતાને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
આવતીકાલે સૌભાગ્યવતી મહિલાઓ એ ઉપવાસ કરી વ્રત કરી પોતાના પતિના માટે પ્રાર્થના કરશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •