શ્રાવણ માસના છેલ્લા અમાસે કરનારી ખાતે કુબેરભંડારી ના મંદિરે માનવ મહેરામણ. : જ્યોતિ જગતાપ, રાજપીપળા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે લાખો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન.
પવિત્ર શ્રાવણ માસ અને છેલ્લી અમાસ ને કારણે મંદિરે કુબેર દાદાના દર્શને ભક્તોની ભારે ભીડ. લાંબી લાંબી કતારો.
શ્રાવણ માસના છેલ્લા અમાસે કરનારી ખાતે આવેલ કુબેર ભંડારીના મંદિરે દર્શન માટે માનવ મહેરામણ ઉમટયું હતું. આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી અને છેલ્લી અમાસ હોવાથી કુબેર ભંડારીના મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી. સવારથી જ ભક્તોની લાંબી લાંબી કતારો જામી હતી. જેમાં પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે લાખો શ્રદ્ધાળુઓ અને નર્મદામાં ડુબકી લગાવી પવિત્ર નર્મદા સ્નાન કર્યું હતું.
દેશભરમાંથી ઉમટેલા હજારોની સંખ્યામાં ભક્તો કુબેર મંદિરે આવીને દર્શન માટે લાઈન લગાવી હતી. અમાસના દર્શનથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહીને જય કુબેરના નારા સાથે દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિરે જવાના રસ્તે વાહનોની લાંબી લાંબી કતારોને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •