પર્યાવરણપ્રેમી શિક્ષક શ્રી પ્રવીણભાઈ શિહોરાએ મહારાણા પ્રતાપ પ્રા. શાળાને નંદનવન બનાવી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

શાળામાં પ્રવેશતાં જ મનને પ્રફુલ્લિત કરે એવી વનરાજી નિહાળવા આપ ઇચ્છતા હો તો ન.પ્રા.શિ.સ.,સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શાળા(શા.ક્ર.272), નાના વરાછાની આપશ્રીએ મુલાકાત લેવી રહી.

સિમેંટ-કોંક્રિટના જંગલ એવા સુરત શહેરમાં નાના વરાછા વિસ્તારમાં આવેલી આ શાળા સમગ્ર ન.પ્રા.શિ.સ.સંચાલિત શાળાઓમાં ગૌરવવંતું સ્થાન ધરાવે છે. શિક્ષણ, રમત-ગમત, સાંસ્કૃતિક વગેરે અનેક પ્રવૃત્તિઓમાં અવ્વલ નંબરે રહેતી આ શાલાના શિક્ષકોનું ટીમ વર્ક પ્રેરણાદાયી છે.

આ શાળાને નંદનવન બનાવવામાં પર્યાવરણપ્રેમી શિક્ષક શ્રી પ્રવીણભાઈ શિહોરાનું અનન્ય યોગદાન છે.શાળાનો સમય 7:30 થી 12 :30 હોવા છતાં તેઓ દરરોજ વહેલી સવારે 6:30 કલાકે શાળાએ અચૂક આવી જાય છે. તેઓ શાળાના મુખ્ય રસ્તાની સફાઈ જાતે જ કરે છે. દરરોજ ફૂલ-છોડને પાણી પાવું, નીંદણકામ વગેરે તેઓ સ્વૈચ્છિક રીતે પ્રેમ અને શોખથી આનંદપૂર્વક કરે છે. માતા સંતાનની ખૂબ પ્રેમથી કાળજી લે તેવી સાર-સંભાળ તેઓ વૃક્ષોની રાખે છે. શાળાની ચોતરફ આસોપાલવ વાવવામાં આવ્યા છે. શાળામાં સુંદર ઔષધબાગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અરડૂસી, કુંવારપાઠું, બીલી,એલચી, પીપળો, નગોડ,લજામણી, લીમડો, તુલસી, વગેરે અનેક ઔષધિ છે.જેનો આસપાસના વિસ્તારના લોકો જરૂર પડ્યે ઉપયોગ પણ કરે છે. આ ઉપરાંત શાળામાં આંબા, વડ,જાસૂદ,સરગવો,સાગ,મીઠો લીમડો, નીલગિરિ, વગેરે અનેક વૃક્ષો અને છોડ,ક્ષુપ વગેરે મળીને ત્રણસો થી વધુ વૃક્ષોનું જતન કરવામાં આવે છે.

શ્રી પ્રવીણભાઈનું જીવન “સાદું જીવન અને ઉચ્ચ વિચાર”નું જીવતું જાગતું ઉદાહરણ છે. લોકભારતી-સણોસરાના આ વિદ્યાર્થીએ ગાંધીજીના વિચારોને સાચા અર્થમાં પચાવ્યા છે અને આચરણમાં મૂક્યા છે. શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિ અને તમામ શિક્ષક ભાઈઓ-બહેનો તેમના પ્રેરણાદાયી કાર્યોને બિરદાવે છે. ઈ.એમ. ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી બાબુભાઈ વિરડિયા અને શ્રી રમેશભાઈ વાઘાણીએ પણ તેમના કાર્યોની નોંધ લઈને અભિનંદન પાઠવ્યા છે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •